________________
ભારતીય સંસ્કૃતિમાં શીલનું સ્થાન ભારતીય સંસ્કૃતિના મુખ્ય આઠ અંગોમાં આજે “શીલ” ઉપર ચર્ચા કરવાની છે. શીલને સીધો અર્થ કેટલાક લોકો બ્રહ્મચર્ય કરે છે અને એ સાચે પણ છે. જૈન ધર્મમાં શીલની વાત ઘણીવાર આવે છે. શીલ એટલે શિયળ અને શિયળ એટલે સહેજે બ્રહ્મચર્યને ખ્યાલ ઊભું થાય. પણ તે વ્યક્તિગત ખ્યાલ આવે. પણ સમાજનું શીલ લેવું હોય તે બ્રહ્મચર્ય તો આવે જ પણ સદાચાર મુખ્ય આવે. એક વ્યક્તિ શીલ પાળતે હેય પણ કૃત્રિમ રીતે તેનું ખંડન કરતા હોય; એવા પ્રકારના દુરાચારને પ્રોત્સાહન આપતે હેય; દારૂ પીને હેય તે શીલ બરાબર પળાય નહીં. એટલે સમાજને વ્યાપક સદાચાર પણ શીલમાં આવી જાય છે. અહીં સમાજની રીતે દરેક વ્યકિત એમ વિચારતી થાય કે હું સામાજિક દષ્ટિએ આ રીતે શીલ વિરૂદ્ધ જઈજ ન શકું અને એ રીતે આખા સમાજની શીલ નિષ્ઠા કેળવાય તે સામાજિક સદાચાર પણ આમાં આવે છે. ત્રીજી વાત શીલમાં એ આવે છે કે તેના વડે સમાજને એવી નૈતિક બાહેધરી મળે કે સ્ત્રીની શીલ-રક્ષા જળવાઈ રહે. સ્ત્રી જેને ત્યાં જાય; તેયે તેને વિશ્વાસ રહેવો જોઈએ કે મારું શિયળ સુરક્ષિત રહેશે. પુરુષનું શરીર એવું છે કે તેના ઉપર કોઈ બળાત્કાર કરી શકતું નથી; પણ સ્ત્રીનું શરીર એવું છે કે તેના ઉપર બળાત્કાર થઈ શકે છે. એટલે તેનામાં એ વિશ્વાસ પ્રગટે કે અહીં હું સુરક્ષિત છું અને જેણે વાગ્યાન આપ્યું છે તેમને જ વફાદાર રહીશ. આવી તેની શીલરક્ષાની ભાવના જળવાઈ રહેવી જોઈએ તેમ જ એ રીતે સ્ત્રી અને પુરુષનું મિલન થાય અને તેના ઉપર કોઈને શંકા ન રહે તે જ તેને સાચું શીલ કહી શકાય.
આ ત્રણ વિચારને હિંદુસ્તાનના લોકોએ રામયુગથી લઈને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com