________________
ઉપર પડાવ નાખી દે છે. લક્ષ્મણ દરિયો જોઈને, પાર કરવા માટે બાણ મારે છે. દરિયાદેવ હાજર થાય છે અને કહે છે: “શું જોઈએ છે?” લક્ષ્મણને આ કામ રામે કરવા દીધું કારણ કે સહજભાવે આવતા આવેશને તે રેકતા નથી. પણ, જ્યાં ચમત્કારમય પુરૂષાર્થની વાત આવી; તે તેમને ગમતી ન હતી. એટલે તેમણે લક્ષ્મણને કહ્યું: “આ તેં પુરૂષાર્થ તો કર્યો પણ ચમત્કારવાળો કર્યો. એ બરાબર નથી!”
રામે દરિયા ઉપર પુલ બાંધવાનું કામ નલ અને નીલને સેપ્યું. તેઓ તે વખતના ખાસ ઈજનેર હતા. તેમણે વસ્તુકળાનું જ્ઞાન તે વખતના ઋષિ મુનિઓ પાસે શીખ્યું હતું. તેમણે મજબૂત પુલ બાંધી આપે. આમાં લક્ષ્મણને પુરૂષાર્થ હતો, રામની તટસ્થતા હતી. છતાં નલ-નલને જે પુરૂષાર્થ થયે તે અનાયાસ હતો.
ખેંચાણે ચારે બાજુ ઊભાં કરવાં, વળાંક આપો, તટસ્થ રહીને આવા પ્રસંગોને વારંવાર ખ્યાલમાં રાખવા, એ વિશેષતા રામના જીવનમાં હતી. કૃષ્ણ યુગના પ્રસંગે :
આ અનાયાસ – આયાસને એક નવા સ્વરૂપમાં આપણે કૃષ્ણ યુગમાં જોઈ શકીએ છીએ. તેને નિષ્કામ – કર્મવેગ એવું નામ ત્યાં આપવામાં આવ્યું છે. પુરૂષાર્થ કરવામાં કયાંય કચાશ ન રહે, પુરૂષાર્થ કરવા છતાં ફળ ન મળે તે છતાં તટસ્થતા અને નિર્લેપતા રાખવી એ પણ અનાયાસ – આયાસ છે. કૃષ્ણ યુગના તે અંગેનાં બે, ત્રણ પ્રસંગે આ પણ લઈએ. | દુર્યોધન તદ્દન નફફટ બની જાય છે. શ્રીકૃષ્ણ વિષ્ટીકાર તરીકે જાય છે. છેવી માંગણે રજૂ કરે છેઃ “દુર્યોધન તું કોઈ પણ રીતે માના પ્રતીક રૂપે પણ ન્યાયપુરઃસર માંગણી તરીકે પાંડવોને પાંચ ગામ આપ! હું તેમને સમજાવી શકીશ !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com