________________
માણસ પ્રસંગ આવે, ઊર્મિશીલ બની, મર્યાદા કે સામાન્ય નીતિનો ભંગ કરી જે પુરુષાર્થ કરે છે તે અનાયાસ-આયાસ નથી. એટલે હનુમાનજીએ સીતાને શોધવાને આયાસ કર્યો તે અનાયાસ હત પણ મર્યાદા ઓળ ગીને સીતાને લઈ જાત ને અનાયાસ ન કહેવાત. કસોટી આવે ત્યારે સંસ્કૃતિની પરંપરાના મૂળ તો ન ખેવાય એની કાળજી રહે અને પુરૂષાર્થ કરવામાં આવે તો તે અનાયાસ-આયાસ કહેવાય.
રામના જીવનને એક બીજો પ્રસંગ લઈએ. રામ સર્વાગી ક્રાંતિકાર હતા. ખેવાયેલા સર્વાગી મૂલ્યને સ્થાપિત કરનાર, તેમજ બગડેલાં મૂલ્યોને સુધારનાર હતા. તેમનું એવું આકર્ષણ હતું કે નીતિપ્રિય માણસને ખેચાઈને તેમની પાસે આવવું જ પડતું. તે પ્રમાણે વિભીષણ પણ આવ્યો. આસપાસના લોકો કા કરે છે કે ગમે તે તોયે અંતે તે એ રાક્ષસી કૂળને છે ને ? અજાયા ઉપર ચકાસણી કર્યા વગર વિશ્વાસ કઈ રીતે મૂકાય !
તે વખતે રામ કહે છે: “આપણે એને તેડવા ગયા નથી. પણ, અનાયાસે એ ચાલી ચલાવીને આવે છે તો એના ઉપર વિશ્વાસ રાખીને ચાલવું જોઈએ, એની સાથે આંતરે રાખવો નહીં. સાવધાન ભલે રહે પણ, શંકાશીલ ન રહે ! જ્યાં સત્ય ચોક્કસ હોય છે ત્યાં તમને છેતરનારે પોતે જ છેતરાશે. માની લો કે તે ગુપ્તચર હશે તે પણ આપણે કંઇ ગુમાવવાનું નથી.”
શ્રી રામમાં આ વસ્તુ આવી તે અનાયાસ-આયાસ વગર ન બની શકત. વિભીષણનું આકર્ષણ તે હનુમાનજીની મુલાકાતના કારણે થયું હતું. લંકામાં હનુમાનજી વિભીષણના આવાસમાં રામનામ જુએ છે અને તેમને વિભીષણને મળવાનું મન થાય છે. આમ વિભીષણ અને હનુમાનજી મળે છે– બન્ને રામપ્રિય આત્મા મળે છે અને તે સહેજે રામ તરફ ખેંચાય છે.
દરિયે પાર કરીને લંકામાં જવાનું થાય છે ત્યારે રામ કિનારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com