________________
હતી. શિષ્યોને સાચવવા, તેમને શિક્ષણ આપવું; બીજી બાજુ શબરીને ખોટું ન લાગે, તેનું સહેજ પણ સ્વમાન ન હણાય તે પણ જોવાનું હતું
શબરી પણ સમજી ગઈ કે જે મારે અહીં રહેવાનું છે તે માતંગ ઋષિને બધી રીતે અનુકૂળ થવું ! ભલે મારે સહન કરવું પડે ! જ્ઞાન લેવું છે તે સુખેદુ:ખે રહેવું અને સમન્વય કરતા જવું. ગુરુએ પણ વિવેક વાપરી બધું ગોઠવી આપ્યું. આમ અનાયાસ-આયાસે બધું ગોઠવાઈ ગયું.
પરસ્પરની સમાન ઈચ્છાને સુયોગ અનાયાસ-આયાસથી થાય છે. અમારા ગુરુ પૂ. નાનચંદ્રજી મ. સા. ગાંધીજીને મળવા જતા – જિજ્ઞાસુ ભાવે મળવા જતા. કારણ કે એમનામાંથી કંઈક જાણવા મળે એ ઈચ્છાએ જતા, પણ ગાંધીજી કાયમ મહારાજને વંદન કરતા. સાધ્વી ઉજજવલકુમારીઓને પણ વંદન કરતા. એટલે તેમની જ્ઞાન પ્રાપ્તિને આશય જળવાત. સાથે ગાંધીજી પણ તેમને નમન કરે છે એમ લોકો માનતા, ખરેખર તે ગાંધીજી માનતા કે સાધુ-સંતો પૂજનીય છે.
" ઉપરના જે બધા પ્રસંગે રજૂ કરવામાં આવ્યાં; તે રામ-વાલીને પ્રસંગ, ગાંધી-કસ્તુરબાને પ્રસંગ, રામ અને રાવણને પ્રસંગ અનાયાસઆયાસને સિદ્ધાંત સૂચવી જાય છે.
અનાયાસ- આયાસ પાછળ સ્વાર્થ ન હવે જોઈએ:
ઘણી વાર આ અનાયાસ – આયાસને ઉપગ પિતાને સ્વાર્થ સાધવા, સત્તા જમાવવા કે બદલો લેવાની ભાવનાએ, પ્રસંગે ગોતતાં કરવામાં થાય છે. એને તકવાદ કહેવાશે! સમાજને હું પણ એક અંગ છું, અને તે સ્વસ્થ–શુદ્ધ ન રહે તો હું પણ સ્વસ્થ શુદ્ધ ન રહી શકું; તે માટે મને પ્રસંગે મળે, મારે પુરુષાર્થ કરવું જોઈએ એ ખરે અનાયા સાયાસ ગણાશે.
' નું ? ” , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com