________________
૩૫
આયાસને તાળે મળી ગયો. બાપુના ખોળામાં બાનું પ્રાણપંખેરું ઊડી ગયું ! બાપુને તે વખતે બહુ અસર ન થઈ પણ જ્યારે તેમની ચિતા બળે છે ત્યારે ગાંધીજી એકીટસે જોઈ રહ્યા છે. ત્યારે દેવદાસ વગેરે કહે છે “બાપુજી! હવે તમે જાવ !”
તે વખતે આંખમાંથી અશ્રુબિંદુઓ સરી પડે છે. આને અર્થ સાથીને વિરહ કહીએ તે ખોટું નથી. ગાંધીજી બોલ્યા : “આટલાં વરસ સાથે રહ્યાં એ સાથી પણ ચાલ્યાં ગયાં !” અનાયાસ-આયાસ નવી પ્રણાલિકા માટે :
બદલાતા સમય પ્રમાણે જૂની રીતેનાં બંધને તોડી નવી પ્રથા દાખલ કરવા માટે આ અનાયાસ-આયાસ ઘણું મહત્વનું છે. માતંગ
કષિ પાસે શબરી નામની યુવાન ભીલ કન્યા આવે છે અને માગણી કરે છે કે “મારે આપની પાસે અભ્યાસ કરવો છે. અહીં આશ્રમમાં રાખશે ?”
નષિને વિચાર થયો કે “શિ વિષેધ કરશે. તેનાં બે કારણે છે. એક તો પછાત કોમની છે. અને વળી યુવાન સ્ત્રી છે. તે ઉપરાંત લોકોને પણ વિરોધ થશે.”
ત્યારે ઋષિના મનમાં બીજો વિચાર એ પણ આવ્યોઃ “એ એક ગુરુ પાસે આવી છે. તેને કોઈ પણ બોલાવવા નથી ગયું. અનાયાસે આવી છે તે શું કામ કાઢી મૂકવી. જે કાઢી મૂકે તે આયાસ થઈ જાય !”
એટલે કહ્યું : દીકરી ! ભલે તું અહીં રહે, પણ કાળજી રાખજે કારણ કે તું કુમારિકા છે. યુવાન છે ! એટલે એ રીતે રહેજે કે કોઈને મેહ ન થાય !”
શિષ્યોને આ ગમતું ન હતું ! આવી પછાત ભીલ કોમની કન્યાને રાખે, તેમાં આપણું હીણું દેખાય ! પણ, ગુરુને બે બાજની જવાબદારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com