________________
૩૭
જેમ એક કુટુંબમાં કોઈ વડા છે–તેની પણ ફરજ છે અને નાને છે તેની પણ ફરજ છે. તેઓ પરસ્પરની ફરજ સમજી એક બીજાનું કાર્ય કરે છે, તેવી જ રીતે આ વિશાળ મેવ સમાજના મૂળભૂત પ્રશ્નો સામે આવતાં તેને નિકાલ કરવો પડે તે અનાયાસઆયાસમાં ગણાશે.
સાધુસંતે માટે પણ આ અંગે વિચારણીય છે! આજે ઘણું સંતે “એકાંત આત્મવાદ”ના બહાના હેઠળ તેનાથી દૂર ભાગવાને પ્રયત્ન કરે છે તે ખોટું છે. સાચે સંત કદિ આવા અનાયાસ-આયાસના પ્રસંગોથી પાછો ન ફરી શકે ! તે માટે પોતાની પરિવજ્યા દરમિયાન પ્રસંગે ઉપસ્થિત થતાં કાર્યકર્તા, નેતા કે સમાજને લખવા યોગ્ય લખીને અને બોલવા યોગ્ય બોલીને ઘટતું કરવું જોઈએ. ખાદીને, હરિજદ્ધારને તેમજ સ્વદેશીને પ્રશ્ન આવ્યો ત્યારે પૂ. જવાહરલાલ મ. સા.એ છડેચોક એવા સ્પષ્ટ વ્યાખ્યાને આપ્યા છે. તે વખતની અંગ્રેજ સરકારને તેમની પાછળ છૂપી પોલિસ રાખવી પડતી. સ્વામી વિવેકાનંદે ગુલામ ભારતીયોને જાગૃતિની જે હાલ સંભળાવી છે તે આજના વેદાંતી સન્યાસીઓએ વિચારવા જેવું છે.
આની વિરૂદ્ધ ઘણીવાર એવું સાંભળવા મળે છે: “આપણે શું? પ્રશ્નો ઉકેલવા શા માટે ? એ તો લોકસેવકોની અલ ઉપર છેડી દેવા જોઈએ ! લોકસેવકો પણ પોતાના શ્રધેયનું એવું અનુકરણ કરે તો પછી પ્રશ્નો ઉકેલાય જ નહીં, અને લોકઘડતર થાય નહીં. એટલે સામાજિક કાર્યકરે, સતએ, નેતાઓએ જ્યારે પ્રસંગે ઊભા થાય ત્યારે તેને ઉકેલવા માટે લોકસંગઠને ઊભાં કરવાં જોઈએ અને તે અનાયાસ-આયાસ જ ગણાશે. તે વગર સંસ્કૃતિની સુરક્ષા અને સળગતા નહીં આવે. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com