________________
૩ર
કોઈ એમ કહેશે કે પિતાની પત્નીને રાવણ ઉપાડી ગયો એટલે તેમણે રાવણ સામે યુદ્ધ કર્યું. એમાં શું મોટી વાત થઈ? આ જ એક સંવાદ શિવ-પાર્વતી વચ્ચે પણ ચાલે છે. સતી કહે છે: “ તમે રામને ગુરૂ માને, પ્રણામ કરે, એ કેવું? સામાન્ય પુરૂષની સ્ત્રીને કોઈ લઈ ગયું હોય તો તેને પતિ વિલાપ કરે તેમ આને પતિ પણ વિલાપ કરે છે ! એ તો સામાન્ય માણસ છે તેને તમે પૂજ્ય કેમ ગણે છે?”
એના જવાબમાં શંકર તેને મહત્વની વાત કહે છે.
યાજ્ઞવલક્ય ઋષિને ભારદ્વાજ જેવા કહે છે: “મારે આપની પાસે રામકથા સાંભળવી છે!”
યાજ્ઞવલ્કય કહે છે: “તમારે ભાવ હું સમજી ગયો છું. મન, વાણું અને કર્મથી તમારો ભાવ રામ ઉપર છે હું એ જાણું છું. પણ લોકોને આ બધે ખ્યાલ આપવા ખાતર મારી પાસે કથા કહેવડાવો છો !” આ વાત અનાયાસ–આયાસ સૂચક છે.
કેટલાક લોકો કહે છે રામ સીતાને લઈને દુઃખી થઈ ગયા ? એમણે રાવણને ઘણું રાક્ષસોને માર્યા ? તે કઈ રીતે પૂજ્ય બની શકે ! તેને તાળો મળતો લાગતો નથી. પણ, રામને સીતાનો વિરહ થયો એનું બહુ દુઃખ ન હતું. પણ દુઃખ એ હતું કે એક માણસ સાધુને વેશ પહેરીને આવું ખરાબ કૃત્ય કરશે તે લોકો સાધુઓ પ્રતિ નફરત કરતા થઈ જશે. નફરત થશે એટલે નાસ્તિક થઈ જશે અને જીવન ચૂંથાઈ જશે, એટલે તેમને સીતાને પાછી લાવવા માટે યુદ્ધ કરવું પડ્યું-રાવણનો નાશ કરવો પડ્યો તે અનાયાસ-આયાસે અર્ધગના પ્રતિ આવી પડેલું તેમનું કર્તવ્ય હતું.
રામચંદ્રજીને લોકો મર્યાદા–પુરૂષોત્તમ કહે છે. તેમના દરેક કામનું અનુકરણ કરીએ તો પણ વાંધો ન આવે. તેમને સીતાના વિયોગની વેદના છે ત્યારે તેમને એમ ન થયું કે “ભલું થયું ભાંગી જંજાળ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com