________________
૩૩
સીતા ગઈ તે જવા દે, આપણે વનમાં આરામથી ફરશું ! તેઓ પત્નીને ખરાં સ્વરૂપે અર્ધાગના માનતા હતા એટલે તેઓ શોધતા શોધતા લંકા સુધી પહોંચ્યા.
સીતાએ પણ એકવાર હનુમાન પાસે ઉચ્ચારેલું : “મારા માટે રામના હૃદયમાં સ્થાન છે? તેઓ મારી ચિંતા કરે છે?”
હનુમાને દિલાસો આપતાં કહ્યું : એટલે જ તે મને મોકલ્યો છે?” સ્ત્રીપુરૂષની અર્ધાગના છે. બને મળીને એક થાય છે. એટલે બન્ને સહભાગી છે. સીતા વગર રામને ક્યાંથી સુખ મળે !
રામને પણ કાંઈ નાની મોટાઈ ન હતી. જે કોઈ મળે તેને વાત્સલ્યથી પંપાળે. શબરી મળે છે તો તેનાં અજીઠાં બોર ખાય છે. શબરી પણ કેવી? ભૂગોળનું તેને કેટલું જ્ઞાન છે? પ્રવર્ષણ પર્વત, પંપા સરવર તથા આગળ લંકા સુધીનો કેવો રસ્તો બતાવે છે.
રામે વાલીનો વધ કર્યો. ત્યારે તે કહે છે: “આપ તે સમભાવી છે ! તે હું તમારે દુશ્મન કેવો અને વાલી તમારે મિત્ર કે
રામ કહે છે: “ભાઈ! તે જે કામ કર્યું છે તે બે ટું કર્યું છે. ભારતીય સંસ્કૃતિને ઘાત કરનારું છે. સમાજમાં ચાર અગો પવિત્ર રહેવાં જોઈએ-કુમારી કન્યા, નાનાભાઈની વહુ, પુત્ર વધૂ અને ભગિની. સુગ્રીવ મને મદદ કરશે એ માટે તેને માર્યો નથી પણ સંસ્કૃતિની રક્ષા માટે આમ કર્યું છે તારે જીવવાની ઈચ્છા છે? જે હોય તે મારી પાસે એવી કળા છે કે હું તને જીવાડી શકીશ.”
ત્યારે વાલી કહે છે: “ના! આપના જેવા પવિત્ર પુરૂષના હાથે મારું મૃત્યુ કયારે મળે ?”
આજે જેને શ્રાવકો જે કે આક્ષેપ કરે છે. ખરી રીતે તો ભગવાનનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com