________________
(3)
ભારતીય સંસ્કૃતિમાં અનાયાસ-આયાસ
ભારતીય સંસ્કૃતિનાં ત્રણ અંગો ઉપર વિવેચન અત્યાર અગાઉ થઈ ચૂક્યું છે. આજે તેના ચોથા અંગ અનાયાસ-આયાસ એ ઉપર વિવેચન કરવાનું છે. સામાન્ય વહેવારમાં અનાયાસ શબ્દ ઘણે પ્રચલિત છે. “મને અનાયાસે આ લાભ મળ્યો !” એટલે કે કોઈ પણ પુરુષાર્થ વગર કે ઓછી નજીવી મહેનતે તે લાભ થશે. ત્યારે આયાસને અર્થ તે પુરુષાર્થ જ થાય છે. ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતાઓમાં સહજ ભાવે પુરુષાર્થ કરે. પરાણે ખેંચાઈને કે જોહુકમીથી ન કરવો. એ ઉપર ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. તાદામ્ય અને તટસ્થતા કેળવવા માટે અનાયાસ-આયાસ એટલું જ જરૂરી છે. જેને આપણે નિષ્કામ કર્મયોગ કહીએ છીએ તેની આ વહેવારિક ભૂમિકા અગર તે વિકમની ભૂમિકા ગણાવી શકાય. આને સમજવા માટે રામચંદ્રજીનું જીવન ઘણું ઉપયોગી થશે. રામ-પ્રસંગે :
રામ વનવાસ જવા તૈયાર થયા ત્યારે સગા સંબંધીઓમાંથી કોઈ તેમને ભાથું-પાથે સાથે લઈ જવા આપતા નથી. દશરથ મહારાજાએ રથ આપે અને સુમંત સાથીને તેમણે કહ્યું કે “મને રામે બહુ વહાલા છે. તું એને રથમાં બેસાડીને લઈ જજે. પ્રજા પણ સાથે છે. પ્રજા પ્રેમથી રામ મુંઝાઈ જાય છે. પણ ભ. રામે છેવટે રથને અને સુમંત સારથીને પાછા મોકલ્યા. અને પ્રજાને પણ પ્રેમથી સમજાવીને પાછી મોકલી. ઘણીવાર અતિપ્રેમ માણસને ઘેલો બનાવી મૂકે છે. પણ રામ વિદાય થાય છે.
હવે વિચારવાનું એ છે કે જે રામે બે ત્રણ દિવસનું ભજન સાથે લીધું હોત તે વધે હતો? કંઈ નહીં તે ફળાહાર સાથે તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com