________________
રગડાઝગડામાં કાણું પડે? પણ ખરેખર તો જે ઊંડું અંદર ઝંપલાવે નહીં તેને સાચાં મોતી મળતાં નથી. જેણે તાદાત્મ ન સાધ્યું હેય તે ખરી રીતે તાટસ્થ ન સાધી શકે.
કારણ કે જેણે તાદાત્મતા (આત્મીયતા) સાધી હતી નથી તેને તે લોકોને કંઈ કહેવાનો અધિકાર રહેતું નથી.
પહેલી ચૂંટણી વખતે મારું ચોમાસું નડિયાદમાં હતું. ત્યારે શ્રી. રવિશંકર મહારાજ મળવા આવેલા. તેમણે કહ્યું કે “હું આ ચૂંટણીના દલગત રાજકારણમાં ભાગ લેવાને નથી.” મેં કહ્યું: “તમારા જેવા તટસ્થ માણસે ચૂંટણીમાં રસ નહીં લે તે સારું નરસું પ્રજા કેવી રીતે પારખી શકશે? અને આપને વળી ક્યાં પદ-પ્રતિષ્ઠા વ. લેવા છે, આપને તે પ્રજાને સાચું માર્ગદર્શન કરવું છે. એમાં દલબત રાજકારણ આપને ચેતું નથી.
તેમણે પણ સામેથી કહ્યું : “તમારી વાત સાચી છે. જે લોકો રાજ્ય રચનામાં ભાગ લેતા નથી તે લોકોને રાજ્યનો વિરોધ કરવાને અધિકાર રહેતું નથી. એટલે મારે ચૂંટણીમાં રસ લઈ, પ્રજાને સારા માણસને ચૂંટવા માટે વિવેક બતાવવો જોઈએ.”
રાજકારણમાં રસ લે તેને અર્થ એ નથી કે રાજ્યમાં જવું; પણ બહાર રહીનેય લોકોને ઘડી શકાય છે. ગાંધીજી આજ રીતે કામ કરતા હતા. સ્વરાજ્ય મેળવવા માટે તેમણે પળે પળ ખરચી; સ્વરાજ્ય આવ્યું એટલે ખસી ગયા. સ્વરાજ્ય અપાવવા સુધી તેમની તાદાત્મતા હતી પણ શાસન સંભાળવા કે હોદ્દા ઉપર જવા અંગે તટસ્થ રહ્યા. કેટલાક તટસ્થ લોકો હતા તેઓ ફરજ માટે અંદર ગયા. આ વાતને બરાબર વિચાર કરવો જોઈએ.
અપ્રમાણિક માણસોને સાધુએ પ્રતિષા આપે ત્યારે ગુણ પાછળ રહી જાય છે. સત્તાધારીઓની પ્રતિષ્ઠા થશે તો લોકસેવકેની પ્રતિષ્ઠા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com