________________
બાજુએ રહી જશે. ભારતીય સંસ્કૃતિએ જ્યારે એકતરફ ઓતપ્રત થઈને રહેવાનું કહ્યું છે, ત્યારે બીજી તરફ એને સુપરિણામની સ્વખિલ આશાઓથી તટસ્થ રહેવાનું સૂચવ્યું છે. એટલે જ આપણે ભારતીય જનજીવનમાં પણ એ વિનમ્રતા ઘણું અંશે જોઈએ છીએ.
આપણે અત્યાર સુધી ત્રણ અંગો-(૧) વિશ્વકુટુંબિતા, (૨) અનામણવૃત્તિ અને (૩) તાદામ્ય અને તટસ્થતા એ ઉપર વિચાર કરી ચૂક્યા છીએ. બાકીના અંગ ઉપર હવે પછી વિચાર કરીશું.
ચર્ચા-વિચારણા
તાદાભ્યતા અને તટસ્થતા બન્ને જોઈએ.
શ્રી. પૂંજાભાઈ: હેમચંદ્રાચાર્ય તદાત્મતા સેવવા છતાં રાજકારણથી તટસ્થ રહી શક્યા. ગાંધીજી જેવા પણ રહ્યા. આજે ૫. જવાહરલાલ જેવા ગૃહસ્થી છતાં રહી શકે છે.”
પૂ. નેમિમુનિ : “પછી આજે શી ખામી રહે છે? પતિ જવાહરલાલ જેવા હેવા છતાં દેશમાં ગડબડ વધતી જાય છે?”
પૂ. દંડી સ્વામી : “જનક પણ જોઈએ તેમ યાજ્ઞવાકય પણ જોઈએ. એક પ્રત્યક્ષ પ્રવૃત્તિમાં હતા, બીજા પ્રત્યક્ષ નિવૃત્તિમાં હતા. છતાં બન્નેના અનુસંધાને તે યુગની સર્વાગી ક્રાંતિ થઈ. આમ બને પ્રકારે તાદામ્ય અને તટસ્થતા સાધુઓમાં પણું જોઈએ; સાધકોમાં પણ જોઈએ. આજે તે પિતપતાના નાના વર્તુળમાં તાદાઓ હોય છે પણ મોટા વસ્તુળ પ્રત્યે તટસ્થતાને દાવો કરીને ખસી જવાય છે.”
શ્રી. માટલિયાઃ “બને ન હોય તો અનર્થ થવાને મોટે સંભવ છે. ઇસ્લામના આરંભમાં નિરંજન નિરાકારના તાદાઓ ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com