________________
યું મોઢું લઈને રામ પાસે જાઉં ? રામ તે ઉદાર છે તેમને કંઈ નહીં લાગે ? પણ, મને સાલે છે. રામ આ બધું જાણી ગયા હતા. કારણ કે તે માનસશાસ્ત્રી હતા. તેમણે વિચાર્યું કે જે થાય છે તે સારા માટે. જે તેમણે નિમિત્ત આપ્યું હોત તે ઋષિમુનિઓને સંગ ન થાત. તે ઉપરાંત રામે વલકલ પહેર્યા હતાં. વનવાસી થયા હતા, છતાં તેઓ વહેવાર ચૂકતા ન હતા. તાદામ્યતા અને તટસ્થતાને તેઓ બરાબર સમજતા હતા.
રામને એટલા માટે જ મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામ કહેવામાં આવે છે અને તેમનાં જીવનમાં ભારતીય સંસ્કૃતિના આદર્શો એ રીતે વણાયેલા આવે છે કે તેમણે જાતે જે પ્રભાવ તે કાળે પાડ્યો હશે તેના કરતાં, રામનામને મહિમા વધારે પ્રભાવ પાડે છે. કવિ દુલા કાગ એક ભજનમાં કહે છે કે “રામને થાય છે કે મારે પ્રભાવ આટલે હોય તો મારા નામને પ્રભાવ કેટલો હોય ? એટલે એક પત્થર લઈને પાણીમાં ફેંકે છે પણ તે ડૂબી જાય છે. રામ શરમાઈ જાય છે. સાથીઓ કહે છે કે મહારાજ ભૂલ તમારી નથી. તમારા શરીરવ્યાપી અહની છે. વળી આપ જાતે જેને હસેલો છો તેને બચવાને વારે કયાંથી હોય !”
મોટા માણસે પણ ભૂલ કરી બેસે છે. વ્યકિતગત અહંના શિકાર બની બેસે છે. રામ કરતાં રામનું નામ વધી જાય છે. આજે પણ રામાયણ વાંચીને લાખ માણસે પોતાના આત્માનું કલ્યાણ કરી શકે છે. આનો અર્થ એ થયો કે તાદામ્ય અને તટસ્થતાને સમજે. જ્યાં એકરૂપતા કરવાની હોય ત્યાં તેમ કરે પણ, જ્યાં દેષ પેસતા જુઓ અને છૂટી જવાનું હોય ત્યાં તરત છૂટી જવું–તટસ્થ થઈ જવું ! તટસ્થતા એટલે?
કેટલાક લોકો તટસ્થતાને અર્થ એ કરે છે કે તીરે ઊભા જેતા રહેવું કે તમારી કેમ ચાલે છે ? તેઓ એમ કહે છે કે સંસારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com