________________
નહીં, અમેરિકામાં પણ પ્રસરી રહ્યો છે. એને બીજો દાખલે જર્મનીએ પૂરે પાડ્યો છે અને “જર્મન પ્રજા એટલે જ શુદ્ધ લોહીવાળી, બાકી બધી જીવવાને નાલાયક” એ સિદ્ધાંત ઉપર જર્મનીએ પોતાની નાગરિકતા કેળવી; અને બીજા વિશ્વયુધ્ધ જે તારાજી અને પાયમાલી કરી છે તેને યુદ્ધને ડર હજી પણ લોકોના મગજમાંથી જતો નથી.
“સભ્યતા ને જે રીતે આજે વિકાસ થઈ રહ્યો છે, તેને “સંસ્કૃતિમાં ન ખપાવી શકાય. જેમ નાગરિકતાએ માણસને યુદ્ધને આરે લાવીને ખડે કરી દીધું છે તેમ “સભ્યતા એ માણસને ભોગવિલાસને આરે લાવીને ઊભો કર્યો છે. જ્યાં “આંતર” વસ્તુને આત્માને સ્પર્શ થતો નથી ત્યાં સભ્યતા કેવળ બાહ્ય આચાર માત્ર રહી જાય છે અને તે ભોગ-વિલાસની વિવિધતા તરફ જ માત્ર લોકોને ઘસડે છે. પરિણામે સ્ત્રી અને પુરુષ બંનેમાં “આત્મા” જેવી કોઈ વસ્તુને આચારવિચારમાં સ્વીકાર ન થતાં માત્ર દૈહિકવાસના પિષવા માટે સહચાર, સ્વેચ્છાચાર અને સ્વચ્છેદાચાર વધે છે. દુનિયાના મોટા ભાગના દેશમાં આ વસ્તુ જોવા મળે છે. આજે અર્ધનગ્ન – ફેશને, સૌંદર્ય-હરીફાઈઓ અને ઘણું સામયિકોમાં નગ્ન ફોટાઓ પણ સભ્યતાના નામે જોવા મળે છે. સ્ત્રી એટલે “ભોગ”નું એક સાધન; અને પુરૂષ એટલે સ્ત્રી માટે “તૃપ્તિ”નું હથિયાર એવી વૃત્તિ એટલી બધી સજજડતાથી ઘર કરી રહી છે કે તેણે માનવને “પુરૂષ એટલે માનવવંશનો નર પશુ અને સ્ત્રી એટલે માનવવંશની માદા પશુ” એ સ્વરૂપમાં મૂકી દીધી છે. થોડીક વધુ વૈજ્ઞાનિક પ્રગતિ અને સંયમ શીલને અભાવ એટલે આ વસ્તુ એના ભયંકર સ્વરૂપે પ્રગટ થયા વગર નહીં રહે.
ઈતિહાસને જાણકાર જાણે છે કે મધ્યયુગના પ્રારંભમાં ગુલામેના બજાર ભરાતાં. ત્યાં લોકો સ્ત્રીના દરેક અંગેની માંસપેશીઓને અડીને તેનો ભાવ-તાલ કરતા. આજની વિશ્વસુંદરીઓની હરીફાઈઓ ઉપરથી નવો ચશ્મ દૂર કરવામાં આવે તો તેમાં પણ સૌંદર્ય-લીલામ થતું જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com