________________
ભારતીય સંસ્કૃતિનું હાર્દ
સંપાદકીય ]. માણસ જાતને સુસંસ્કૃત બનાવવા માટે અલગ-અલગ સંસ્કૃતિઓનું નિર્માણ થાય છે. સંસ્કૃતિ ને ખરે અર્થ જોવા જઈએ તે સંસ્કારને માંજવાં; એવો કરી શકાય છે. જે વિચારધારાના કારણે માનવજાતિનું સંસ્કાર પરિમાર્જન થતું રહે તે સંસ્કૃતિ છે. સંસ્કૃતિની બરાબરીએ બીજા બે શબ્દોને પ્રચાર પણ જોવા મળે છે–સભ્યતા અને નાગરિકતા ! આ બન્ને વસ્તુઓ પણ સંસ્કૃતિના અંગે રૂપે આવી શકે છે, પણ સભ્યતાને જે અર્થ પ્રચલિત થયું છે તે કેવળ બાહ્ય વેશભૂષા અને રહેણુ-કરણી સુધી જ કરવામાં આવ્યો. દા. ત. યુરોપીયન સભ્યતા એટલે યુરોપના લોકો કઈ રીતે રહે છે, કેવી રીતે ખાય છે? કેટલી વાર કેવાં કેવાં કપડાં પહેરે છે-એ બધી બાબતે સભ્યતામાં ખપી. ત્યારે સંસ્કૃતિમાં બાહ્ય વેશ-ભૂષા કરતાં આત્માના-અંતરના-સંસ્કરણને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. કેવળ બહારથી ઉજળાં કપડાં પહેરીને નહીં, પણ અંદરથી ઉજળા સ્વચ્છ આત્મા હવે જોઈએ-એ સંસ્કૃતિ વડે આવ્યું.
સભ્યતાની જેમ નાગરિક્તાની વાતમાં પણ બાહ્ય બાબતોને જ સમાવી લેવામાં આવી. નાગરિક લોકોના હક્કો અને ફરજો, ત્યાંથી લઈને પિતાના દેશનું રાષ્ટ્ર-ગૌરવ ત્યાં સુધી નાગરિકતાને વિકાસ થયો, પણ, સાથે-સાથે તેમાંથી એક બીજી બાબતને જન્મ થયો અને તે એ કે “અમારા જ નાગરિકો સારા–બાકીન નહીં !આ નાગરિકતાની ગૌરવગ્રંથિથી પીડાતા લોકો શું કરી શકે છે, તેના બે દાખલા ઈતિહાસમાં છે. બ્રિટીશ લોકોએ “અમે જ શ્રેષ્ઠ” એ વિચારધારાના અન્વયે આખી પૃથ્વી ઉપર બ્રિટીશ સામ્રાજ્યને ફેલાવ્યું એટલું જ નહીં, આફ્રિકામાં તેમણે રંગદ્વેષને જન્મ આપે. આજે ખુદ બ્રિટનને તે સારૂ) ન લાગવા છતાં તેમના વડે બીજાપિત થયેલ રંગભેદ કેવળ આફ્રિકામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com