________________
જણાશે. એક નહીં, પણ હજારો લોકોની આગળ પિતાના અંગેનું અર્ધનગ્ન દશામાં પ્રદર્શન કરવું; એ ખરેખર સ્ત્રી-સમાજ માટે અશોભનીય છે. પણ સહુથી દુઃખદ બીના તો એ છે કે આજની યુવાન બાળાઓઆવતી કાલની માતાઓ માટે એ વાત આદર્શ બની રહી છે. ભાગ– વિલાસ અને સંપન્નતાના નામે વિશ્વના અનેક સ્થળે નારી સમાજ પુરુષ વર્ગે આગળ રાત્રિ-કલબમાં, થિયેટરોમાં તેમ જ ઈતર સાંધ્ય પાર્ટીઓમાં જે રીતને પિશાક પહેરીને નૃત્ય કરે છે, રીઝવવાના પ્રયોગ કરે છે અને તેમાં જીવનને ઉકર્ષ જુએ છે–તે દરેક સમજુ માણસ માટે એક પ્રશ્ન ઊભો કરે છે કે શું આ જ નગ્ન-સભ્યતા સ્ત્રી સમાજ માટે આચરવી અને પુરુષો માટે જેવી બાકી રહી છે? આજે પશ્ચિમ માટે એ મૂંઝવતા પ્રશ્ન છે અને હિંદમાં પણ તેની અસર વધી રહી છે.
એને ઉકેલ શું?
એને ઉકેલ એક જ છે કે સાચી સંસ્કૃતિનાં જૂનાં મૂલ્યોને પુનઃ સ્થાપિત કરવાં. આ સતુ સંસ્કૃતિ એટલે ધર્મ-નીતિની દષ્ટિએ માણસને માણસ સાથે વહેવાર–એક આત્માની બીજા આત્માને માન્યતા... એ સંસ્કૃતિને આદર્શ હોવો જોઈએ; વિશ્વના દરેક જીવાત્માના જીવન-રક્ષણ પ્રતિ સજાગતા.
આવી સંસ્કૃતિઓ દુનિયાના ઈતિહાસમાં ત્રણ જોવા મળી છે – (૧) ભારતીય સંસ્કૃતિ (૨) ગ્રીક અને રોમન સંસ્કૃતિ (૩) અને મિસર તેમજ બેબિલોનિયાની સંસ્કૃતિ. ચીનને ઉલ્લેખ આવે છે પણ સંસ્કૃતિ કરતાં ત્યાં માનવ-વિકાસ થયો એમ કહેવું વધારે યોગ્ય ગણાશે. ગ્રીક અને રોમન સામ્રાજ્યો નાશ પામ્યાં કારણ કે ત્યાં સંસ્કૃતિને પ્રવાહ “માણસના પવિત્ર કર્તવ્યો” તરફ ન વળતાં નાગરિકતા તરફ અને અંતે ગૌરવગ્રંથિથી પીડાતી મહત્વાકાંક્ષી પ્રજા તાનાશાહીમાં પરિણમી. પરિણામે ત્યાં પાંચ પયગંબરે થવા છતાં અને સોક્રેટિસ, ટોલ્સટોય જેવા વિચારકો હેવા છતાં સિકંદર, નેપોલિયન જેવા તાનાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com