________________
લય છે. ખાવાનું જુએ છતાં કહેશે “બા મને ખાવાનું આપ!” આ માતૃદેવભવને સંસ્કાર છે. એવી જ રીતે જે વસ્તુ જોઈતી હોય તે માટે તે પિતાને પુછશે, એટલું જ નહીં પિતા તેને પાળે છે એ રીતે ઘડપણમાં હું તેમની સેવા કરી શકું એ ભાવ પણ પિતદેવોભવને સંસ્કાર છે. એવી જ રીતે કોઈ સાધુ–સેવક આવે તે તેને તરત વંદન કરવું; એ આચાર્યદેવભવનો સંસ્કાર છે. કારણ કે તે જાણે છે કે એ લોકો સંસ્કૃતિની રક્ષા કરે છે. એ સિવાય પણ એવું છે કે કેટલીક વખત માતાપિતા મેહ કે સ્વાર્થવશ થઈ સંતાનનું હિત ખોટી રીતે સાધવા માગે છે ત્યારે આચાર્યનું શરણ માંગવામાં આવે છે.
કૈકેયીએ ભારત માટે રાજ્ય માગ્યું. એ તેનું માનું હૃદય હતું. એટલે વાત્સલ્યની સાથે મેહને અંશ વધારે હતો. પણ ભરતને લાગ્યું કે એ અધર્મ છે. માતા મેહમાં તણાઈ ગઈ છે. એટલે તેણે રાજયનો સ્વીકાર ન કર્યો પણ તે વશિષ્ઠ વગેરે મુનિઓની સલાહ લેવા ગયે; એટલું જ નહીં રામે જ્યારે રાજ્ય તેના વતી કરવાનું કહ્યું ત્યારે પણ તેણે સાધુસંતોની સલાહ પૂછી. આમ “આચાર્યદેવભવ”નું ઘણું મહત્વ છે.
આચાર્યની અંદર વિદ્યાગુરુ, ધર્મગુરુ, બ્રાહ્મણ, સાધુ, સન્યાસી-સંત ફકીર બધાને સમાવેશ થઈ જાય છે. થોડા વખત પહેલાં સંત વિનેબાજી દિલ્હી ગયેલા. તે વખતે મોટા મોટા નેતાઓ અને પ્રધાને અને રાષ્ટ્રપતિ સુદ્ધાં તેમને સામે લેવા ગયેલા. ત્યારે પરદેશી પત્રકાર વિચારમાં પડી ગયા કે આ ડોસે આવા ફાટેલા તૂટેલા કપડાં પહેરે છે છતાં રાષ્ટ્રપતિ તેને સામા લેવા જાય છે? આ છે ભારતની સંસ્કૃતિની વિશેષતા જે વિશ્વકુટુંબિતાની ચતુરખિણમાંથી મળે છે.
“અતિથિભવ” તે ભારતના ખમીરમાં જ છે. તેના તે એટલા બધા સુંદર દાખલાઓ મળે છે કે ભારતના એ પ્રજાકીય ખમીરને નમન કર્યા સિવાય રહેવાતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com