________________
જેના ઘરેથી નિરાશ થઈને ચાલ્યો જાય તે સમજે કે તે, તે ગૃહસ્થનું પુષ્ય લઈને અને પાપ આપીને જાય છે. ગૃહસ્થના ભજનના પ્રારંભમાં અતિથિને ગ્રાસ પહેલાં મૂકાતો. જુના વખતમાં તે ભારતમાં કેટલાક લોકો તે એક અતિથિને જમાડ્યા વગર પોતે જમતા જ નહોતા. કોઈ વખત અતિથિ ન આવ્યો હોય તો તેને ગોતવા માટે લોકો જતા. આમ અતિથિ સત્કાર એક નિયમ તરીકે ભારતના લોકોમાં પ્રચલિત હતે.
આજે જેકે અતિથિદેવની ભાવનામાં સહજ ઓટ આવી છે. તે છતાં ભારતનું એ ખમીર છે તેને ભારત છોડયું નથી. હમણું એક અમેરિકન બાઈ મળવા આવેલા મેં તેમને પૂછ્યું: “તમને ભારતમાં શું ગમ્યુ ?”
તે તેમણે જવાબ આપ્યો : “અતિથિ સત્કાર અને નિઃસ્વાર્થ સેવા !”
ભારત પોતાના અતિથિ સરકાર માટે ઈતિહાસના પાને પાને પ્રસિદ્ધ છે. અહીં કોઈ અતિથિને કદિ ધૂકારવામાં આવ્યો નથી. એટલું જ નહીં. જે વિદેશના લોકો અહીં વ્યાપાર કરવા, ધર્મપ્રચાર કરવા, ધર્મને અભ્યાસ કરવા કે યાત્રા કરવા આવેલા તેમને પણ ભારતે સ્થાન આપ્યું છે અને તેમને વસવાટ માટે ના પાડી નથી. આ અતિથિ સન્માનની ભાવનાનું જ કારણ હતું. એટલું જ નહીં, માણસ ઉપરાત કુતરે, કાગડો, ગાય વગેરેને ભાગ પણ જમણ માંથી કાઢવામાં આવે છે એ વિશ્વકુટુંબિતાના પાયાના સંસ્કારના કારણે જ છે.
આ ચારેય સૂત્ર માનવ-ઐક્યને સ્થાપિત કરવાના પાયા સમાન છે. તેને “વિશ્વ એક કુટુંબ છે” એવી વૃત્તિ કેળવવાનાં સૂત્ર ગણાવી શકાય. આ સંસ્કાર ભારતના જીવનમાં એવા વણાયા છે કે તેના વગરનું ભારતીય જીવન કલ્પી ન શકાય.
માને છેકરે કદાચ નમન ન કરે પણ તેના મનમાં મા રમતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com