________________
ગયા અને રાજ્ય વિભિષણને સોંપી દીધું. વાલીનું રાજ્ય બન્યું પણ સુગ્રીવને આપી દીધું. ગાંધીજી આફ્રિકા ગયા વકીલાત કરવા પણ કેસ લડતા લડતા બીજે જ કેસ લડવા મંડી પડયા. અસીલે પૂછ્યું : “અમારે કેસ મૂકીને આ બીજુ શું લીધું છે ?”
તે તેમણે કહ્યું : “હવે મારે ભારત માટે લડવું છે. આ જમાનામાં કાળા ધોળાના ભેદ આટલી હદ સુધી ?”
ગાંધીજીએ આત્મનિરીક્ષણ કર્યું. તેમને લાગ્યું કે હરિજને સાથે જે આભડછેડ કરવામાં આવે છે. તેમને દૂર રાખવામાં આવે છે તેનો જ પડઘે અહીં પડે છે. એટલે તેમણે વિચાર કર્યો કે માનવ-માનવભેદ બન્ને બાજુએથી કાઢવા જોઈએ. રંગભેદ પણ નહીં અને જ્ઞાતિભેદ પણ નહીં. તેમણે તે લોકોને કહ્યું કે જે દેશમાં રહે તે દેશના થઈને રહો. તે એ દેશવાળા કાઢી શકવાના નથી. સુશીલા ગાંધીને આફ્રિકાના લોકો કાઢતા નથી કારણ કે એ તેમના થઈને રહ્યા છે. એવું જ હિંદીઓનું છે – તેઓ જ્યાં કમાતા હોય ત્યાંના થઈને રહી શકે છે. પાશ્ચાત્ય પ્રજા જેવું નથી કે કમાવા ઉપડ્યા અને દગોફટકો કરી, ભાઈઓને લડાવીને શાસન કરવા લાગ્યા, એનું કારણ ભારતની સંસ્કૃતિ છે.
ભારતીય સંસ્કૃતિની ઘણી વિશેષતાઓ છે. પણ મુખ્યત્વે બે વિશેષતાઓ આપણે તારવી શકીએ છીએ –
(૧) ધર્મસહિષ્ણુતાને પ્રચારઃ ભારતીય સંસ્કૃતિએ બધા ધર્મોને પરસ્પરની શુભેચ્છા અને વિશ્વાસ વડે રહેવાને પાઠ ભણાવ્યો છે. એના તે અનેક પ્રમાણ મળી આવે છે. એક ઉપનિષદકારે કહ્યું છે –
गवामनेक वर्णानां क्षीरस्या सत्येकवर्णता ।
क्षीरवत् पश्यत ज्ञानं लिंगिनस्तु गवां यथा ॥ –એટલે જેમ ગાયે જુદા જુદા રંગની હોય છે, પણ બધાનું દૂધ સફેદ રંગનું હોય છે તેમ જુદા જુદા મહાપુરુષોએ સ્થાપેલ ધર્મો જુદા જુદા હોવા છતાં બધાનું જ્ઞાન એકસરખા દૂધ જેવું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com