________________
જૈનાચાર્ય હરિભદ્રસુરિ કહે છે –
यस्मादेते महात्मानो भव व्याधि भिषग् वराः...... જેમ વૈદ્ય જુદા જુદા દરદીઓ અને રોગો માટે જુદી જુદી ચિકિત્સા કરે છે તેમ આ ભવરોગ નિવારક શ્રેષ્ઠ વૈદ્ય સમા આ મહાત્માએએ જુદા જુદા ધર્મો, દેશ, કાળ, પરિસ્થિતિ અને પાત્રતા જોઈને સ્થાચા છે; એટલે સહિષ્ણુ બનવું જોઈએ. યોગી આનંદધનજી કહે છે –
षड्दर्शन जिन अंग भणी जे ચાર પડ્યું છે સાથે રે...
અને
राम कहो, रहमान कहो, कोई कहान कहो महादेव रे पारसनाथ कहो कोउ ब्रह्मा, सकळ ब्रह्म स्वयमेव रे
–એટલે રામ, રહેમાન, કૃષ્ણ, મહાદેવ કે પારસનાથ-બધા બ્રહ્મો પિતાનામાં સંપૂર્ણ છે. એ જ પરંપરામાં કબીરજીએ “ભજ મન રામરહીમ” ગાયું અને મહાત્મા ગાંધીજીએ “ઈશ્વર અલ્લાહ તેરે નામની ધૂન ગાઇ. આ પ્રમાણે ભારતના લગભગ બધા મહાત્માઓએ ધર્મ – સહિષ્ણુતાનું ખમીર દેખાડ્યું; તે ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. તેથી જ કરીને આપણે ભારતમાં દુનિયાના બધા ધર્મોનું પ્રચલન જોઈ શકીએ છીએ. અહીંના હિંદુધર્મો, વૈદિક, જૈન અને બૌદ્ધ તો હતા જ, તેમાં પારસી જરથોસ્તી ધર્મ, ઇસ્લામ ધર્મ અને ઈસાઈ ધર્મ આવ્યા અને તેમને પણ સ્થાન મળી ગયું.
(૨) માનવ ઐક્ય : ભારતીય સંસ્કૃતિની બીજી વિરોષતા છે માનવકથની. તેણે જે કંઈ ઘડતર કર્યું છે તેમાં તેણે આખા વિશ્વને નજર સામે રાખીને કાર્ય કર્યું છે. “વસુધૈવ કુટુંબકય ની ભાવના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com