________________
ભારતીય સંસ્કૃતિનું છે. ગંગા નદીમાં આપણે જેશું કે જેટલાં વસેલાં શહેર છે તેને કચરે પણ ઠલવાય છે. ઘણી ઠેકાણે તે મડદાં પણ તરતો મૂકાય છે. તે છતાં એનું પાણું તે બધાને સાફ કરીને આગળ વધતું જ રહે છે અને સાગર પાસે અનેક ધારાઓમાં તે મળે છે. એવી જ રીતે આ ભારતીય સંસ્કૃતિનું સંશોધન અહીંના સમર્થ પુરૂષોએ તે કર્યું જ તેમાં વૈદિક, જૈન, બૌદ્ધ સંસ્કૃતિનું મિલન થયું પણ તે એવી રીતે થયું કે ત્યારબાદ તેને સળંગ પ્રવાહ; અહીં આવેલ ગ્રીક, શક, હૂણ, મોલ, કિરાત, યવન, કુષાણ, દ્રવિડ, મુસલમાન, ઈસાઈ વગેરે બધા પ્રકારના લોકોની સંસ્કૃતિને પણ પચાવી; તેમને પણ પિતાના કરીને આગળ વધી રહ્યો છે. ભારતીય સંસ્કૃતિની વિશેષતા :
આજ એક એવું તત્ત્વ છે જે ભારતીય સંસ્કૃતિની વિશેષતા રજૂ કરે છે; તે ટકી શકે છે; પરિવર્તનને અપનાવી શકે છે તેમ જ અન્ય વિચારેને પચાવીને સાર ગ્રહણ કરી શકે છે. આ અંગે વધારે વિસ્તારથી વિચારીએ.
ભારતીય ઇતિહાસને સાચા રૂપે જાણનારા સંશોધનકારે જાણે છે કે જેમ તેના એક ભાગમાં રાજ્યની ચડતી-પડતી રહેલી છે, તેમ તેના બીજા ભાગમાં માનવ-ઐક્યની ભવ્ય ભાવનાને કડીબદ્ધ ઇતિહાસ પણ રહ્યો છે. ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં કોઈ પણ સદી ખાલી નથી ગઈ જ્યારે અહીંના સાધુ-સંતોએ પ્રજા-એજ્ય અને ધર્મ-સહિષ્ણુતાના પાઠ ન ભણાવ્યા હોય.
એટલું જ નહીં ભારતના લોકો બહાર ગયા છે તેમાં આજે ભલે કદાચ પૈસા કમાવાની દષ્ટિ આવી ગઈ હોય પણ તેમનું અંતર તો પિતાના ધર્મમય આચરણ દ્વારા સંસ્કૃતિ અને સંસ્કાર આપવાનું જ કામ કરે છે. તેમને એ પણ એક હેતુ હોય છે. રામ રાવણ સામે લડ્યા અને જીત્યા પણ, રાજ્યના માલિક ન થયા. લંકા ગામમાં પણ ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com