________________
૨w
ચર્ચા-વિચારણ
શ્રી દેવજીભાઈએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “એક અર્થમાં અનાયાસને ઉદય-નિકાચિત કર્મના અર્થમાં કર્મ લઈએ તો આયાસ એટલે ઉદીરણું કરીને ભોગવવું એવો અર્થ જૈન પરિભાષા પ્રમાણે ઘટાવાય.
વાલ્મિકીના આશ્રમમાં સીતાજી આવ્યા કે કર્વ ને શકુંતલા મળી એ અનાયાસ કહેવાય. પણ પછી તે બન્નેએ તેમના પાલન માટે આયાસ જ કર્યો ગણાય. જયારે સંકટ આવે ત્યારે તેને અનાયાસ ગણી હસતાં હસતાં સહી લેવું તેમજ પ્રલોભનેથી ખેંચવું કે અંજાવું નહીં એ અનાયાસ-આયાસની તાલીમ છે. કોઈપણ વ્યક્તિ, સમૂહ કે સંસ્થા દુષિત હોય તે તેમાં આપણે પણ ભાગીદાર છીએ, એમ ગણી સમજદારે જવાબદારી ઉઠાવવા સદાય તત્પર રહેવું. એ છે અનાયાસઆયસનું રહસ્ય !
શ્રી. પુજાભાઇ : “પાલણપુરને શુદ્ધિ-પ્રયોગ આવી પડ્યો તે અનાયાસ–આયાસ ગણાય. પણ વિરમગામને જનપ્રેસને પ્રશ્ન કદાચ તે અનાયાસ–આયાસ નહીં ગણાય; પણ પ્રયત્નપૂર્વક લીધેલો ગણુય. એટલે અમૂક હદ લગી જઈ પછી એને છેડી દીધો. એટલે મારા નમ્ર મતે હવે અનાયાસ-આયાસ ગણાય. થોડું સંસ્થાને સહેવાનું આવ્યું પણ પૂ. મહારાજશ્રી ઈચ્છે છે તેમ ઉત્પાદકોના હાથમાં રૂપાંતરની પ્રક્રિયા આવશે ખરી. પરંતુ અત્યારે એ લંબાયું હેત તે અનાયાસ-આયાસના બદલે માત્ર આયાસ જ ગણત. એટલે લીધું; શક્ય તેટલું જાળવ્યું અને પછી લાંબુ ન ખેંચતાં છેડી દીધું એ બધું મળીને, સરવાળે અનાયાસ-આયાસને તાળે મળી રહેશે.
શ્રી દેવજીભાઈ : “ સવારના પ્રવચનમાં અનાધિકાર ચેષ્ટા ન કરવી તેમ જ અધિકાર હોય ત્યાં મૂગા ન રહેવું (અધિકારચેષ્ટા ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com