________________
૨૦૪
પુરૂષાર્થમાં પુરૂષાર્થ નહીં
એવી જ રીતે એક મુદ્દો છે. પુરૂષાર્થમાં પુરૂષાર્થ ન થવું જોઈએ. તલમાંથી તેલ કાઢવું એ તે પુરૂષાર્થ છે પણ રેતીમાંથી તેલ કાઢવા માટે પુરુષાર્થ કરવા એ પુરૂષ- અનર્થ ગણાશે.
આજે ભૌતિક વિજ્ઞાન દેટ મૂકી રહ્યું છે. રશિયા અને અમેરિકા આકાશમાં ઊંચે જવા મથી રહ્યા છે ! શા માટે? શું અહીંયા વસતિ વધી ગઈ છે અને પૃથ્વી ટુંકી પડે છે? તે માનવને ત્યાં વસાવવા માટે પ્રયત્ન કરે છે ? તેઓ કહેશે કે અમે શાંતિ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ; પણ શાંતિ માટે શું આકાશમાં ઉડવાની હરિફાઈ કરવી જરૂરી છે? તેને જવાબ એ મળશે કે જેની પાસે વૈજ્ઞાનિક શક્તિ અને ભયંકર શત્રે વધારે હશે તેનાથી ડરીને બીજા દેશે અશાંતિ નહીં મચાવે ! આ માન્યતા ખોટી છે. આ બધા વૈજ્ઞાનિક પ્રયોગ વડે શાંતિને પુરૂષાર્થ એ ખરેખર પુરૂષાર્થ જ છે. એનાથી માનવનું હિત સધાતું નથી; શાંતિ આવતી નથી.
આજે પુરૂષાર્થ કરવો હોય તે રાજનૈતિક ઉપર અંકુશ લાવવવાને કરવાનો છે. તે માટે પંડિતજી પુરૂષાર્થ કરી રહ્યા છે. પણ જેમના ઉપર વધારે જવાબદારી છે એવા સાધુઓ અને લેક સેવકો આ દિશામાં નિષ્ક્રિય બની ગયા છે અને સાંપ્રદાયિકતાના ખંડન-મંડનમાં પડી સાંપ્રદાયિકતા વધારવાને પુરૂષાર્થ (?)–પુરૂષાર્થ કરી રહ્યા છે. આ ખોટ આયાસ છે અને શાંતિ માટે નિષ્કિય બેઠા રહેવું, એ ખેટે અનાયાસ છે; અને સાચી દિશામાં હોય તે જ સાચે અનાયાસ-આયાસ થઈ શકે !
ટુંકમાં અનાયાસના અવસરે આયાસ ન થવો જોઈએ, તેમજ આયાસના અવસરે અનાયાસ ન થવો જોઈએ, એજ અનાયાસ– આયાસનું રહસ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com