________________
૨૦૩
મહાત્મા ગાંધીજી આગ્રહ-અનાગ્રહની ભૂમિકા સમજતા હતા. તેઓ આગ્રહ પકડવાને હોય ત્યાં આગ્રહ રાખતા અને જ્યાં અનાગ્રહની જરૂર રહેતી ત્યાં પછી જતું કરતાં. આગ્રહ પકડયા પછી છેક કઠણ છે. પણ ગાંધીજી તેને યોગ્ય લાગતાં છોડી પણ શકતા એ તેમની વિશેષતા હતી. હિંદુસ્તાન-પાકિસ્તાન એ બે ભાગલા માટે ગાંધીજી ખિલાફ હતા. પણ પછી જોયું કે આ એકજ ભાગલાથી પતશે, નહીંતર શીખ લોકોના શીખીસ્તાન; રજવાડાઓનો રાજસ્થાન, ડૉ. આંબેડકરને દલિત-સ્થાન વગેરે ભાગલા વધતા જતા હતા. એટલે ગાંધીજીએ અખંડ-હિંદની વાત પડતી મૂકી. તેમણે વિચાર્યું કે હમણું મજૂર સરકાર છે તે આપણા પક્ષમાં છે, જે આવા સમયે સ્વરાજ્ય નહીં સ્વીકારીએ તે પાંચ વર્ષ પછી રૂઢિચુસ્ત સરકાર આવતાં કદાચ સ્વરાજ્ય વધુ લંબાઈ જાય ! આવો તેમને આગ્રહ – અનાગ્રહને વિવેક હતો જે તેમને આયાસ– અનાયાસ અંગે પણ જાગૃત રાખતે.
ભારતની આંતરરાષ્ટ્રીય રાજનીતિ છે “તટસ્થ રહેવાની. એટલે તે મર્યાદા પૂર્વક ડગલું ભરે છે. ગોઆ માટે ભારતે ખૂબ જ ધીરજ ધરી. કેરલમાં કોંગ્રેસે જોયું કે ત્યાં સામ્યવાદીઓનું જોર નહીં ખાળીએ તો ચેપ વધતો જશે. એટલે એક વખત તે કોમવાદથી હાથ મિલાવ્યા પણ પાછળથી ભૂલ સમજાતાં હાથ હટાવ્યા. હવે આ ભૂલ સૂચવવાને અધિકાર કોને ? એ પણ વિચારણય મુદ્દો છે. વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંધની મર્યાદા હતી કે તે અનાધિકાર – ચેષ્ટા ન કરે ! પણ, જ્યારે ૧૯૫૬ માં કોંગ્રેસ ઉપર આફત આવી ત્યારે કોંગ્રેસને સાથ આપવા માટે ગ્રામટૂકડીઓને પ્રાયોગિક સંધે આદેશ આપ્યું. બીજી બાજુ ગણોતધારા શુદ્ધિપ્રયોગમાં પ્રેમપૂર્વક ખેડૂત મંડળ દ્વારા અહિંસક પ્રતિકાર પણ કર્યો. મેટું હુલ્લડ થવાનું હતું ત્યારે શાંતિ સૈનિક તરીકે પ્રાયોગિક સંધે નૈતિક ફરજ બજાવી હતી. આ આગ્રહ - અનાગ્રહને વિવેક હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com