SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ રહે છે, નહીં પચ્ચે હોય તે પુરુષાર્થ વધારે કરવાને હેય છે; એમ સમજવું. આગ્રહ - અનાગ્રહને વિવેક: હવે એક બે મુદા રહે છે. એક તે એકે અનાયાસ – આયાસમાં કયાં આગ્રહ–સત્યાગ્રહ અને ક્યાં અનાગ્રહ રાખે? સામાન્ય રીતે એમ કહી શકાય કે જ્યાં આગ્રહ પકડવાને હેય ત્યાં આગ્રહ પકડે; છેડવાને હોય ત્યાં છોડે એ જ આગ્રહ – અનાગ્રહ વિવેક છે. ગાંધીજીના જીવનને પ્રસંગ લઈએ. તેમણે કોંગ્રેસને અમુક મર્યાદામાં ગતિશીલતા આપી; સુસંગઠિત કરી તેમ જ તેની શુદ્ધિ-પુષ્ટિ કરી. પણ જ્યારે સત્ય-અહિંસાને દાખલ કરી શકે તેવી એની સ્થિતિ ન રહી; ત્યારે વિચાર્યું કે મારે તટસ્થ થવું જોઈએ. મારી મર્યાદા અહીં પૂરી થાય છે. આ તાટરશ્ય તેમણે કોંગ્રેસની સદસ્યતા છોડીને સ્થાપ્યું પણ અનુબંધ તે છેવટ લગી ટકાવી રાખે. તે વખતે કૃપલાની અને શંકરરાવ દેવે કહ્યું: “બાપુ! અમે પણ તમારી પાછળ કોંગ્રેસ છોડીને ચાલ્યા આવીએ.” બાપુએ કહ્યું : “નહીં, તમે પણ આમાં જ રહે ! તમને કોંગ્રેસ છોડવાની જરૂર નથી.” પણ, બાપુની આ વાત તેમના ગળે ઊતરી નહીં. પરિણામે કૃપલાનીજીએ કોંગ્રેસથી જ પક્ષ રચ્યો, તેમ જ શંકરરાવ દેવે Bગ્રેસથી અલગ થઈને સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિ રચી. મુંબઈ મહારાષ્ટ્રમાં રહે કે ગુજરાતમાં જાય એમાં ઝાઝો ફેર ન પડત; પણ પ્રાંતવાદથી પ્રેરાઈ સંકીર્ણ રાજકીય સ્વાર્થમાં ફસાયા. જો કે, પાછળથી તેમને પસ્તાવો થયો અને એ સમિતિથી છૂટા થઈને પ્રાયશ્ચિત પણ Aિીધું. આ માટે આગ્રહ હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034808
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy