________________
૨૦૬
કરવી) એ મુદ્દો જોતાં સમાજ પરિવર્તનની મુખ્ય જવાબદારી સાધુ વર્ગની છે. ગામડાંમાં દાંડતાએ તથા સમાજમાં પૈસાદાર વર્ગે કજો જમાવી દીધું છે ત્યારે વિલંબકારી નીતિ જરા પણ ઇચ્છનીય નથી. આવા વિલંબનું દુષ્પરિણામ લાંબા કાળ સુધી ધર્મને સહેવું પડે છે. એટલે મેવું થયું ત્યાંથી ચેતવું જોઈએ.
શ્રો. સુંદરલાલ : “ભારતમાં આયાસ તે થયા જ છે ને થાય છે; પણ અનાયાસની દૃષ્ટિ સામે રાખીને થાય છે. આથી જ ભારતના લોકોએ સામા માણસના દોષો જોયા નથી પણ અન્તઃસ્તલમાં પડેલ ગુણો જ સંઘરીને દોષીઓના દેશ- નિવારણ માટે અખંડ પુરુષાર્થ કર્યો છે; પણ ડંખ રાખ્યો નથી. અનાયાસ-આયાસમાં અવિરત પુરુષાર્થ કરવાનો પ્રયાસ હોવા છતાં ફળની ઝંખના રહેતી નથી, કારણ કે વાવવાનું ફળ નિશ્ચિત જ છે. એટલે સાવધાન એટલા માટે જ રહેવાનું કે મૂળ કર્તવ્યને ચૂકી ન જવાય; ધર્મતત્વ ભૂલાય નહીં અને સમય આવે સર્વસ્વ હેમીને પણ કાર્ય પાર પાડી શકાય!
શ્રી. ચંચળબેન : અનાયાસ-આયાસનું રહસ્ય એ છે કે કાર્યો બધાં કુશળતાથી કરવાં અને છતાં ચેપ ન લાગે તેની સાવધાની રાખવી; અનિષ્ટોના પ્રતિકારમાં પ્રથમ આયાસ-પુરુષાર્થની પહેલ સાવધાનીપૂર્વક, જવાબદારીના સક્રિય ભાન સહિત કરવી અને પરિણામ પ્રત્યે ઉદાર રહેવું. એ જ રીતે આજીવિકાની બાબતમાં ધર્મ જાળવીને જ પ્રવૃત્તિ કરવી અને ધાર્યું ફળ ન મળે તે યે નિરાશ ન થવું?
(તા. ૬-૧૧-૧૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com