________________
૧૯૫
अधिष्ठान तथा कर्ता, करणं च पृथक विधम्
विविधाश्च पृथक चेष्टा दैवं चैवात्र पंचमम् અધિષ્ઠાન=આધાર સ્થળ, કર્તાકાર્ય કરનાર, કરણ=કાર્ય કરવામાં જુદાં જુદાં સાધને, જુદી જુદી ચેષ્ટાઓ, ક્ષેત્ર ક્રિયાઓ અને દૈવ-નિયતિ આ પાંચ કારણે સર્વ કાર્યોની સિદ્ધિ માટે છે.
આ અનાયાસ આયાસમાં કેટલીકવાર નિયતિવાદ ઘુસી જાય છે. એટલે જ્યાં આયાસ કરવાનું હોય છે ત્યાં કરાતું નથી, અને જ્યાં અનાયાસ કરવાનું હોય ત્યાં આયાસ કરાય છે.
લોકો એકાંત નિયતિવાદને ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરે છે. દુઃખી કે ગરીબની સેવા કરવા માટે અખાડા થાય છે; પણ પેટ ભરવાનું હોય; પિતાને સુખસગવડ મેળવવાનું, ધન કમાવવાનું હોય ત્યાં નિયતિવાદ લાવવામાં આવતો નથી. એટલે આ નિયતિવાદના નામને અનાયાસ બેટો છે. પોતાની જાત માટે, સ્વાર્થ માટે પ્રારબ્ધ વાપરવામાં આવે તે કંઈ વાંધે આવે નહીં; પણ અન્યને મદદરૂપ થવાનું હોય ત્યાં પુરૂષાર્થના બદલે પ્રારબ્ધ વાપરવે એ બરાબર નથી.
એવી જ રીતે જ્યાં પિતાના શરીરને (આત્માને નહીં) સવાલ આવે ત્યારે સ્વભાવમાં રમણ કરવાની વાતને નેવે મૂકવી અને બીજા આત્માઓની કે શરીયુક્ત આત્માઓને સુખ સંતોષ આપવામાં નિમિત્ત બનવાની વાત આવે ત્યાં તેને પરભાવ કહીને તરછોડી દેવી; એ પણ ખોટો આત્મવાદ છે. સ્વભાવને સાચે અર્થ આખા વિશ્વના આભાઓમાં રમણ કરે એ છે; કારણ પોતાના આત્માને આખા વિશ્વના ચેતન્ય સાથે સંબંધ જોડાયેલો છે. માત્ર જ્યાં આયાસ કરે હોય ત્યાં રાગદ્વેષ દૂર કરીને કર, વિશ્વહિતથી પ્રેરાઇને કરવો. એ અનાયાસ આયાસ છે. આયાસના નામે અનાધિકાર ચેષ્ટા :
કેટલીકવાર માણસ આયાસના નામે અનાધિકાર ચેષ્ટા કરતો હોય છે. એ ખોટ આયાસ છે. તેમજ કેટલીક વાર જ્યાં માણસને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com