________________
અધિકાર હોય ત્યાં ચેષ્ટા કરતા નથી, એટલે કે નિપુરૂષાર્થી થઈ જાય છે. આ અધિકાર–અચેષ્ટા પણ બેટ અનાયાસ છે.
દાખલા તરીકે એક માણસ રસ્તામાં ચાલ્યા જાય છે. ત્યાં બે જણને લડતા જુએ છે. તે બન્નેની વચ્ચે પડે છે ત્યાં સુધી વધે નથી, પણ પછી બન્નેમાંથી એકની વાત પકડી લે છે અને ભરાઈ પડે છે કે તમે આમ બોલ્યા જ શા માટે? આથી કરીને પેલો ઝઘડો પતો નથી. વળી એક નો ઝઘડો ઊભો થઈ જાય છે. આ અનાધિકાર–ચેષ્ટા થઈ. એવું જ ઘણીવાર જોવામાં આવે છે કે એક માણસ બીજાને ટકોર કર્યા કરે છે અને તે પણ ઉગ્રપણે. તેને કોઈ સાચી વાત બતાવે તો પણ તે સ્વીકારવા તૈયાર થતો નથી; આ પણ અનાધિકાર ચેષ્ટા છે. એનું પરિણામ નિષ્ફળતામાં આવે છે અને પૂર્વગ્રહ બંધાઈ જાય છે. બીજા સાથેનો સંબંધ પણ બગડી જાય છે. ઘણીવાર જેનુ કામ હોય તેના બદલે લોકો જાતે કરવા બેસે છે. જેમકે કોઇ બહેનનું કામ હોય પણ ભાઈ દોઢડાહ્યો થાય અને વ્યવસ્થા જાળવવાને બદલે બગાડી નાખે છે. આ પણ અનાધિકાર ચેષ્ટા છે. એવી જ રીતે સાધુને પાળવાના નિયમ અથવા સાધુ મર્યાદાની વાત ગૃહસ્થ પકડીને ચાલે છે. કઈ ભાઈ ભગતને ડેળ કરીને કહે કે આ સંસાર મિયા છે, એમાં કોઈ કોઇનું નથી, સગાવહાલાં સહુ સ્વાથી છે. આમ કહીને નિષ્યિ બનીને બેસી જાય, પિતાનું કર્તવ્ય છોડી દે અને જ્યાં ખાવાનું કે પટેલાઈ કરવાનો પ્રસંગ પડે ત્યાં હું ઘરને વડીલ છું” કહીને ડહાપણ ડાળે એ પણ અનાધિકાર ચેષ્ટા છે. અનાયાસ કે અધિકાર અષ્ટાઃ
એવી જ વાતો અધિકાર–અષ્ટાની છે. સાધુસંતને લોકો પ્રતિષ્ઠા આપે છે, વંદના કરે છે; તેમને ખાન-પાન માન-પાન વગેરે સમાજ આપે છે, કારણ કે તેઓ વિશ્વકુટુંબી બન્યા છે. ઘરબાર છોડીને વિશ્વાત્માઓને વિચાર કરે છે પણ પોતાની જવાબદારી પ્રમાણે ચેષ્ટા કરતા નથી. તે તે અધિકાર અષ્ટા છે. લોકો જાણે છે કે સાધુઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com