________________
૧૯૪
હવે, અહીં અને અન્યાયની સામે ડંખ રાખ્યા વગર લડવું જોઈતું હતું; એટલે આયાસ કરવો જોઈતો હતો ત્યાં અનાયાસ કર્યો. તેણે એમ કર્યું કારણ કે એની પાછળ મેહનું તત્વ, વૈરાગ્યને આંચળો ઓઢીને આવ્યું હતું.
એવી જ રીતે જ્યાં અનાયાસ જોઈએ ત્યાં આયાસ કરે એ પણ બરાબર નથી ! શાસ્ત્રમાં એના ઘણું પ્રસંગે છે? છતાં એક દખલો લઈએ. એક માણસ પેટ ભરવા બંધ કરે છે ત્યાં સુધી આયાસ બરાબર છે; પણ જેની પાસે ખાવાનું પુષ્કળ છે, સંપત્તિ ઘણી છે; છતાં ન્યાય-અન્યાય નહીં ગણીને અનીતિથી વધુ ધન કમાવવા માટે આયાસ કરે છે તે ખોટો છે. કારણ કે અહીં અનાયાસ જોઈતો હતો ત્યાં એ આયાસ કરે છે. વધુ મૂડી ભેગી કરવા અને ભવિષ્યની ચિંતા કરીને જે આયાસ થાય છે તે ખોટો છે. પ્રારબ્ધ અને નિયતિવાદને કેયડ
આમાંથી પ્રારબ્ધ અને નિયતિવાદને કોયડ ઊભો થાય છે. ભગવાન મહાવીરના સમયમાં પ્રભુદ્ધ કાત્યાયન, અજિત કેશકુંબલી વગેરે સાધુઓ હતા. એમાં મેખલીપુત્ર ગોશાલક પણ હતા. એ નિયતિવાદને પ્રરૂપક હતો. “જે થવાનું હોય તે થાય છે, જે બનવાનું હોય છે તે બને છે. મારા પ્રારબ્ધમાં જે લખેલું છે તે થવાનું જ. માટે પુરુષાર્થ કર નકામો છે.” આવો તેને મત હતો. મોક્ષને કે રાગદેષ દુર કરવાનો પણ પુરુષાર્થ ન કરવું જોઈએ એવું તેના મત પ્રમાણે સિદ્ધ થાય છે.
પણ ભગવાન મહાવીરે સર્વાગી સમ્યક દષ્ટિ તેને જ કહ્યું છે જે આત્મવાદી, કર્મવાદી, લોક (સમષ્ટિવાદી અને ક્રિયાવાદી હેય. એવી જ રીતે દરેક કાર્યમાં તેમણે પાંચ કારણ-સમવાય માન્યાં છે –(૧) કાળ, (૨) સ્વભાવ, (૩) નિયત્તિ (૪) કર્મ અને (૫) પુરુષાર્થ. માત્ર એકલી નિયતિ કે એકલા પુરુષાર્થથી પણ કર્મ ન થાય ! એવી જ રીતે ગીતામાં દરેક કાર્ય થવા માટે પાંચ કારણો બતાવ્યાં છે :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com