________________
[૧૬] અનાયાસ-આયાસ કયાં અને કેવી રીતે?
ભારતીય સંસ્કૃતિના આઠ અંગેના અવશેષો અને તેમને આજના યુગમાં ઉપયોગ એ પૈકી ત્રણ અંગે અંગે અત્યાર સુધી વિચાર થઈ ચૂક્યા છે. એનું એવું અંગ અનાયાસ-આયાસ છે. એ અંગે સામાન્ય રીતે અગાઉ વિચાર થશે છેઆજે એની વિશેષ ઉપગિતાની દષ્ટિએ વિચાર કરવાને છે.
અનાયાસ-આયાસ પરસ્પરમાં વિરોધી શબ્દ લાગતા હોઈને વિશેષ ખુલાસે માંગી લે છે. એટલે પ્રશ્ન એ થાય છે કે ક્યાં આયાસ હે જોઇએ? કયાં અનાયાસ હે જોઈએ? કેટલીક વખત માણસ “કિંકર્તવ્યવિમૂઢ” થઈને જ્યાં આયાસ કરવાને હેય ત્યાં અનાયાસ- * (અકર્મયતા કે નિષ્ક્રિયતા) કરે છે અને જ્યાં અનાયાસ કરવાનું હોય ત્યાં આયાસ કરે છે. આયાસ અને અનાયાસ કયાં?
અર્જુન શસ્ત્રાસ્ત્ર સજીને યુદ્ધ કરવા માટે રથમાં બેસીને રણક્ષેત્ર પાસે આવે છે. ત્યારે શ્રી કૃષ્ણ એના રથના સારથી હોય છે. તે વખતે અર્જુન શ્રી કૃષ્ણને કહે છે : “ જરા જોઈ તે લઉં કે બન્ને પક્ષમાં કોણ-કોણ મહારથી લડવા આવ્યા છે?”
મુખ્ય સેનાપતિ સશસ્ત્ર થઈને આવે અને સારથીને કહે તેણે ફરજ બજાવવી જોઈએ. શ્રી કૃષ્ણ તે ફરજ બજાવી. અર્જુન કૌરવપક્ષ અને પાંડવ પક્ષના સૈનિકો તેમજ સ્વજનનું દશ્ય જોઈને કહે છે –
આ બધા ભાઈભાંડુઓ, ગુરુઓ, વડીલેની સાથે લડવું મને ગમતું નથી. મને રોમાંચ થાય છે. મારું શરીર ધ્રુજે છે. હું તે શસ્ત્ર છોડીને આ રથની પાછળ બેઠો. મારે લડાઈ લડવી નથી!”
૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com