________________
શ્રી દેવજીભાઇ : “સવારે મહારાજશ્રીએ તાદાઓ અને તાટસ્થને વહેવારમાં ઉતારવાને સચોટ માર્ગ બતાવ્યો છે. કુટુંબ, જ્ઞાતિ, સંપ્રદાય વગેરેમાંથી ભારતમાં જે સંસ્કૃતિ સાંપડે છે તે જગતમાં ક્યાંય એટલા માટે જોવા નહીં મળે કારણકે અહીં સામુદાયિક રીતે ધર્મને પુટ મળે છે.
બીજા દેશમાં સભ્યતા છે, સંસ્કૃતિ નથી. બાળકો મુંબઈમાં હેય અને મા-બાપ દેશમાં હોય તો યે તાદાઓ તો સ્નેહવાત્સલ્ય રૂપે હેય જ છે પણ વહેવારમાં ગુણે આચરવા પ્રતિ ઉપેક્ષા હોય છે. એથી ખરી રીતે ગુણેમાં તાદામ્ય અને દેષમાં તાટસ્થ કેળવવું જોઈએ. આજે ભૌતિક સુખ અને સભ્યતાના પ્રવાહમાં ભૂલી જવાની વાતોને વારંવાર યાદ કરાય છે અને યાદ કરવાની વાતે વિસરાય છે. તેથી જ અવધાન (સ્મૃતિ-પ્રવેગ) વડે એ યાદ રાખવું જરૂરી છે. અત્યારના વિદ્વાન સમુદાય પણ પાયાની આ વાત સમજી શકતો નથી. બાકી કુટુંબમાં, જ્ઞાતિમાં, સંપ્રદાયમાં, સંસ્કૃતિનાં બીજે તે પડ્યાં જ છે. સમાજવાદ ભારતીય સંસ્કૃતિની રીતે ઉછેરલ નથી. એને પાયા અને પ્રેરકબળ સત્તાધારા ક્રાંતિ છે, તેથી સમર્થનીય નથી. કોમવાદ સારે નથી પણ સામ્યવાદ એના કરતાંયે ઊતરતે છે કારણ કે તે માણસની સંસ્કૃતિમાં રહેલ ધર્મને જ છેદ કરે છે.”
શ્રી. પૂજાભાઈ : “દેશ માટે છાવર કરનાર ગાંધીયુગમાં ઘણું મળ્યા. પણ પંડિત જવાહરલાલનું તાદાઓ સાથે તાટસ્થ જે દેખાય છે તે અજોડ છે.
નળકાંઠામાં આવેલ નળસરોવરમાં કુંજડીઓ ઈરાનમાં ઈંડા મૂકીને આવે છે જ્યારે પાછી ચારેક માસ ફરે ત્યારે તેમને લેવા સામેથી ઈંડામાં થયેલાં બચ્ચાં આવે છે. મરઘી સાથે રહી ઇંડાં સેવે છે જ્યારે આ દૂર રહીને ઇંડાં સેવે છે. જે પંખીમાં પણ આ ગુણ હોય તે માનવમાં કેવા હોવા જોઈએ ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com