________________
છે. આ પાયાના મતભેદની વાત છે. એટલે સામ્યવાદને ભારતની સંસ્કૃતિ સાથે સાંકળી શકાતો નથી.
કોઈને સવાલ થશે કે નીતિ અને વિશ્વ વાત્સલ્યની વાત કરવી અને આ ભેદભાવ રાખવું કે અમુક પક્ષને ટેકો આપવો અને અમુકને નહીં, એ કેમ ચાલી શકે ?
પણ, આની પાછળનું તત્વ સમજવું જોઈએ. મુસ્લિમ ધર્મો અને ખ્રિસ્તી ધર્મે રાજ્ય વડે ક્રાંતિ કરી ! પણ પછી રાજ્યાશ્રિત થતાં બન્ને મૂળ તત્ત્વથી દૂર જઈને પડ્યાં. જો કે કોમવાદમાં ઝનૂન છે પણ તેમાં ધર્મને પામે છે એટલે તેમને સુધરવાને અવકાશ છે. પણ સામ્યવાદમાં તે સંઘર્ષ અને હિંસા જ છે તેને કાઢવી મુશ્કેલ છે.
આપણે ત્યાં જે સંપ્રદાય થયાં, મંડળે થયાં. જેમકે – આર્યસમાજ, શૈવ સમાજ, વૈષ્ણવ સમાજસ્વામીનારાયણ સંપ્રદાય, થિયોસેફિકલ સોસાયટી, પ્રાર્થના સમાજ, દેવસમાજ, સત્યસમાજ, સનાતન ધર્મમંડળ વગેરે સાથે મળતાં પહેલાં એ કાળજી રાખવી જોઈએ કે તેઓ પોતે ક્યા સિદ્ધાંતમાં માને છે ? કેવા રાજકીય પક્ષમાં માને છે. દા. ત. રામરાજ્ય પરિષદ ! નામ સુંદર, પણ કામ જુદું. કરપાત્રીજી જેવા રામરાજયની વાત કરે અને શંભુ મહારાજ ચૂંટણીમાં ફરે ! જેમનો પાયો સમાજ છે અને વિષય સમાજસુધારણું છે તે રાજ્યને મહત્તા આપે એમાં તે પાયાની ભૂલ થાય છે. આપણે ધાર્મિક સમાજે અને સંપ્રદાય સાથે સંબંધ રહેશે પણ એ કાળજી રાખવી પડશે કે તેઓ સત્તાવાદી અને કોમવાદી રાજકીય પક્ષેથી અલગ હોય. અને તેના પાને ટેકો ન આપે !
આંતરરાષ્ટ્રીય સંબંધની વાત લઈએ. બટ્રાન્ડ રસેલ કહે છે કે શાંતિસેના ઊભી કરે! ને એના માટે પ્રયત્ન પણ કરે છે. કેટલાક શાંતિ સૈનિકે આપણે વિચારને મળતા છે. તેઓ શાંતિ માટે પ્રયત્ન કરે છે. તે છતાં બટ્રાન્ડ રસેલ કાનૂનભંગની વાત કરે છે. તે આપણે પસંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com