________________
૧૮૮
પક્ષો છે. કોંગ્રેસ પક્ષ, સમાજવાદી પક્ષ પ્રજા સમાજવાદી પક્ષ વ. લોકશાહીને માનનારા છે. તેમને સ્વીકારવા જોઇએ. છતાં તેમાં એટલે વિવેક તે રાખો જ પડશે જે પક્ષે સત્તા દ્વારા ક્રાંતિમાં માનનારા છે, જેમનો પાયો અને પ્રેરક બળ ભારતીય સમાજના સિદ્ધાંતેની સાથે મળતાં નથી, કોમવાદી છે, એવા પક્ષને ટેકો ન આપી શકાય. સામ્યવાદી પક્ષ લેકશાહીમાં માનવા પ્રેરાય છે તે તેમને પણ સ્વીકારવામાં શું વાંધો ? મને લાગે છે કે સામ્યવાદી અને કોમવાદી પક્ષને માનતાં પહેલાં તેમનો ઈતિહાસ અને પાયે જોવો જોઈએ.
ભારતીય સંસ્કૃતિમાં અને પ્રાથાત્ય સંસ્કૃતિમાં ઘણો ફરક છે. તેમાં પણ સામ્યવાદથી આપણે ઘણું જુદા પડીએ છીએ. ભારતમાં રાજ્ય એ સમાજનું એક અંગ ગણાય છે. અને ઈતિહાસના પાને- પાને એ જોઈ શકાશે કે જયારે રાજા કે નેતા અન્યાયી બને છે, ત્યારે અહીંને સમાજ તેમને ચલાવી લેતે નથી – તેમજ એમને પણ ડરીને ચાલવું પડ્યું છે. ભારતે ધર્મને મુખ્ય રાખીને બધે વહેવાર ગોઠવ્યો છે અને અહીં રાજ્ય ગૌણ ગણાયું છે.
પરદેશમાં તેમ નથી. અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ વ.માં જે લેકશાહી ચાલે છે તેમજ રશિયા અને ચીનમાં જે સામ્યવાદ ચાલે છે તે ભારતની સંસ્કૃતિથી જુદા છે. ત્યાં જે સંગઠને થયાં છે તે રાજ્યને હાથે કરવા માટે થયા છે. એટલે રાજ્ય વડે ક્રાંતિની વાત ત્યાં આવી. પછી તેને પાયે વ્યક્તિ સ્વાતંત્ર્યને રાખે. વ્યકિતની સ્વતંત્રતા સાચવવી જોઈએ પણ તે સમાજના ભોગે નહીં! અહીં સુધી તે કઈક વિચારપૂર્વક વિરોધી દળને સમાવી લેવાની વાત છે એટલે જ બ્રિટન, કાંસ વ.માં મજુરદળને નામે પણ સામ્યવાદી પક્ષ રહી શકે છે. પણ રશિયા-ચીનમાં સામ્યવાદ સિવાય બીજો કોઈ પક્ષ ટકી શકતો નથી. જરાક વિચારફેર થવ પણ મહાન વ્યકિતના મૃત્યુનું કારણ થઈ શકે છે,
આપણે ત્યાં આવું નથી બન્યું, એમ નથી. પણ રાજ્ય કરતું રહ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com