________________
૧૮૭
ઉતરાવવી જોઈએ. પણ અહીં બધા સાથે રહેતાં; તેમને એ તત્વ સમજાવી શકાયું છે તે સદ્દભાગ્યની વાત છે. સમન્વય કરવામાં સારાને ગ્રહણ કરવાની તત્પરતા હેવી જોઈએ.
ગાંધીજી પાસે કોઈ મહેમાન આવતા; તેમાં યુરોપિયને માટે તે જુદી વ્યવસ્થા કરાવતા. બનતા સુધી તો યુરોપિયન તેમને ત્યાં આશ્રમના રસોડે જ જમતા; નહીંતર તેમના યોગ્ય ગાંધીજી વ્યવસ્થા કરાવતા ! આચાર અને વહેવારને સમન્વય કરવો જોઈએ. જે સંપ્રદાયમાંથી માણસ આવે તેની કક્ષા જોવી જોઈએ. જો તેને પિતાના જ નિયમ લાગુ પાડવા જઈએ તે તે બહાર ફેંકાઈ જશે. પરિણામે ધારેલે સુધાર નહીં થાય.
એક વખત એક નેજા યુવાન મારી પાસે આવ્યા. તેમણે મને કહ્યું કે “મારે હિન્દુ થવું છે.”
મેં કહ્યું કે “સારી વાત છે. જે તમને હિંદુધર્મના સિદ્ધાંતો ગમતા હોય તે તમારા ધર્મમાં રહીને પણ તેનું આચરણ કરે. તે માટે વેશ કે સંપ્રદાય બદલવાની જરૂર નથી. સત્ય, અહિંસા, ખોજા ધર્મમાં રહીને પાળશે; માંસાહાર નહીં કરે, તે બીજાને પણ તમારો ચેપ લાગશે તેમજ પોતાની કોમમાં ખરાબ પ્રત્યાઘાત પણ નહીં પડે!” | મુહપત્તિની વાત આવે છે કે જૈનેતર પ્રજા પાસે આવતાં અચકાય છે. તે શું કાઢી નાખવી જોઈએ ? મારા ખ્યાલ પ્રમાણે ધીરજ રાખીને, એ વાત સમજાવવી જોઈએ. જે સંપ્રદાયમાં જન્મ થયે હેય; તે સંપ્રદાયના ચિહ્નો રાખીને જ ક્રાંતિ કરવાથી સંપ્રદાયને સંશોધન કરવાનું નિમિત્ત મળે છે. વેશ મુખ્ય નથી; આચાર મુખ્ય છે. છતાં, વહેવારમાં કોઇને કોઇ વેશની જરૂર તે પડશે જ. તે જે છે તે રહે તે શું ખોટું છે ! - હવે આપણે અન્ય સંગઠનની વાત લઈએ.
આપણે ત્યાં લોકશાહીને માનનારા અને નહીં માનનારા રાજકીય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com