________________
એ માટે ખુબ
પણ કહેલું કે
વાયનાં સુંદર
શ્રીમદ્જીના પિતા વૈષ્ણવ હતા; માતા જૈન હતાં. એક વાર વૈષ્ણવ-કંઠી છૂટી ગઈ પણ તત્ત્વ ન છૂટે. એ માટે ખુદ એમના જૈન ગુરુ લાલજી મહારાજે પણ કહેલું કે તમે વેદાંતના પુસ્તકો વાંચજો ! સમન્વયનાં સુંદર તો છે તે બતાવ્યાં અને શંકરાચાર્યનાં પુસ્તકો વાંચવા કહ્યું, આમ ધર્મસંપ્રદાય–સંસ્થા સાથે તાદાઓ અને તાટસ્થ રાખવું. એટલે કે સમન્વય સાધવે જોઈએ એમ કહીએ તે ચાલશે.
આપણું શિબિરમાં ગોસ્વામીજીએ જટા કાઢી નાખી ક્રાંતિ કરી. પણ તે ઉપરની ક્રાંતિ સાથે અંદરની ક્રાંતિ પણ થવી જોઈએ. સાથે જ ઉપરનું ચિહ્ન પણ ન છોડવું. જે સંતબાલ સ્થાનકવાસી મટી જાય તે ન સંપ્રદાય થાય. એટલે જે છે તેના મૂળ તત્વને ખીલવવું પણ બાહ્ય ચિહ્ન કાયમ રાખવું જોઈએ.
ડુંગરસિંહજી મુનિ અને નેમિમુનિ મારી પાસે આવ્યા અને રહ્યા. હુ સહેજે નાની મુંહપત્તિ રાખતા હતા. ડુંગરસિંહજી મુનિએ પણ નાની મુહપત્તિ રાખવી શરૂ કરી. એટલે મેં ટકોર કરી કે “અનુકરણ ન કરવું; પણ સંશોધન કરવું ! સંતબાલ જે વિચારે, તે જ વિચારવું; પહેરે તેવું જ પહેરવું એ બરાબર નથી. પણ જે માનતા હોઈએ કે પહેરતા હોઈએ તે જ કરવું; છતાં તેમાં સંશોધન કરવું જોઈએ.”
સન્યાસી થઈએ એટલે જે જાતના નિયમો હોય તે પાળવા જોઈએ. વૈષ્ણવને જૈન બનાવવા કે જનને વૈષ્ણવ કરવા એ તે વટાળવૃત્તિ છે. કંઈક અંશે તે દ્વેષમય છે અને તેથી ઝઘડા વધે છે.
મારી સાથે રહેતા જે વૈષ્ણવો હોય તે બહાર જાય ત્યારે બટાટા ખાય તો તેની ટીકા કરવા કરતાં તેમને સમજાવવા જોઈએ. અહીં ચાતુર્માસ ખાતે ભાઈ-બહેનને જમવા માટે ચાલતા રસોડામાં પર્યુષણના દિવસોમાં લીલોતરી ન લાવવાને વિચાર કર્યો. કેઈ વેષ્ણવ સભ્યને લાગે કે અમારા માટે એવું બંધન શા માટે? તેમની એ વાતને સ્વીકાર થવો જોઈએ, કાં તે તેમને સમજાવી ગળે વાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com