________________
આપ્યોઃ “પુલચંદભાઈ છેટલી પથારીએ હતા. ત્યારે અમે કહ્યું કે હવે તમારી ઓથ તૂટી જશે. ત્યારે તેમણે કહ્યું કે હું ફરી બાળક થઈને તમારી પાસે આવીશ ત્યારે તમારી ઓથ લઈશ. “આમ સંસ્કારને કમ ચાલ્યા કરે છે. બાળકો ઘણું લઈને આવે છે. મેંટેસરી અને શ્રી ગિજુભાઈએ એ વાત શોધી. પણ એ વાત નવી નથી. કારણ કે પૂર્વ જન્મના સંસ્કારો બાળકમાં અમુક અંશે હોય જ છે. પછી તેના ઉપર મા-બાપ, કુટુંબ, સમાજ અને વિશ્વના સંસ્કાર પડે છે અને તે ઘડાતું જાય છે.
સંસ્કૃતિની વ્યાખ્યા : એટલે સંસ્કૃતિની ચોક્કસ વ્યાખ્યા આ પ્રમાણે કરી શકાય કે જેનાથી માનવજીવન સુસંકૃત થતું જાયશુદ્ધ થાય. ઉર્વગામી બને તે સંસ્કૃતિ છે. જ્યારે જીવનની “ઉચ્ચતાને સંસ્કૃતિ સાથે ભેળવીએ છીએ ત્યારે એ પણ ન વિસરી શકાય કે માનવજીવનને ઉન્નત કરતી કોઈ પણ સાંસ્કૃતિક પ્રક્રિયાના પાયામાં ધર્મને પવિત્ર પાયે હેવો જોઈએ. સામાન્ય રીતે એમ પણ કહી શકાય કે ધર્મનું આચરણ સમાજવ્યાપી થઈ જાય તેનું નામ સંસ્કૃતિ છે. સંસ્કાર શબ્દ ઉપરથી સંસ્કૃતિ શબ્દ બન્યું છે. એટલે ધર્મ જ્યારે સંસ્કારનું રૂપ લે અને તે પણ સમાજનું સહજ રૂપ લે ત્યારે તે સંસ્કૃતિ બની જાય છે. જેમ સોનું અને ઘરેણું છે તેમ ધમ સોનું છે; તેનું ઘડતર સંસ્કૃતિ (આચાર) છે, એ બન્ને ઓતપ્રોત નહીં થાય ત્યાં સુધી ધર્મ ધર્મસ્થાનકો સુધી જ રહેશે. તે અંગત કે સમાજ જીવનમાં નહીં આવે, સંસ્કૃતિ દ્વારા જ ધર્મ સમાજવ્યાપી બની શકશે. સંસ્કૃતિ અને સભ્યતાનું અંતર
સંસ્કૃતિમાં પણ પર્યાય અને પશ્વિમાત્ય બે સંસ્કૃતિઓ છે. આપણે ત્યાં પૂર્વમાં સંસ્કૃતિ-સંસ્કાર ( Culture) ને વધારે મહત્વ આપવામાં આવ્યું છે, જ્યારે પશ્ચિમમાં (Civilization)-સભ્યતાને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. એટલે સંસ્કૃતિ અને સભ્યતા એમ અલગ અલગ બાબતે સંસ્કૃતિના નામે ઘડાતી ગઈ છે. અહીં પૂર્વમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com