________________
[૧] ભારતીય સંસ્કૃતિને સળંગ પ્રવાહ...!
જુદા જુદા લોકોનું ઘડતર, જે સંસ્કારોથી થાય છે, તેને આપણે સંસ્કૃતિ કહેશું ! ભારતીય સંસ્કૃતિ એટલે ભારતના લોકોના જીવનનું ઘડતર કેવી રીતે થયું, તે અંગે વિચારવાનું છે. અલગ અલગ દેશોના લોકેાના સંસ્કારો જુદા હેય છે. આ સંસ્કાર ઘડવા પાછળ એક જ હેતું હોય છે કે તે લોકો પોતાની રીતે સારા કહેવડાવે. એ એક જુદી જ વસ્તુ છે કે જે ભારતીય લોકોની નજરે સારું હોય તે જાપાનીઓની નજરે સારું ન લાગે; જે જાપાનીઓને સારું લાગે તે અમેરિકનને સારું ન લાગે કે જે તેમને સારું લાગે તે યુરોપિયને ન લાગે. પણ દરેક સમાજ પિતાની રીતે સારી રીતે રહેવા માટે ચોક્કસ પ્રકારની વિચાર-સરણીને અપનાવી તે મુજબ પિતાનું ઘડતર કરે છે. આ ઘડતરની ચાલતી પ્રક્રિયા સંસ્કૃતિ છે.
જે સંસ્કારો માનવના જીવનમાં ઉતરે છે તેના ઉપર પણ જુદી જુદી અને જુદા જુદા કાળની અસર જણાય છે. જેમકે એક બાળક હોય છે, તે જન્મે છે ત્યારે કેટલાક સંસ્કારો એના પૂર્વજન્મના એનામાં હોય છે. ત્યાર પછી તેનામાં મા-બાપના વંશ પરંપરાગતના સંસ્કારો મળે છે; અને છેલ્લે તેને સમાજના સંસ્કારો મળે છે. આ સંસ્કારે પ્રમાણે તે ટેવાય છે; પછી તેને સ્વભાવ ઘડાય છે અને ધીમે ધીમે ચક્કસ પ્રકારનાં ઘડતરને ક્રમ, ચોક્કસ માનવ સમુદાયમાં આવે છે, તેને સંસ્કૃતિ કહેવામાં આવે છે. આમ સંસ્કાર, ટેવ અને સ્વભાવ પછી સંસ્કૃતિ ઘડાય છે. જ્યારે બાળકને પ્રશ્ન આવ્યો ત્યારે એક વાત યાદ આવી. હમણાં નાનાભાઈ ભટ્ટનું એક પુસ્તક વાંચવા મળ્યું. તેમાં એક પ્રસંગ છે કે શિક્ષકો નાનાભાઈ પાસે જાય છે અને કહે છે કે અમે તમારી પાસેથી જ્ઞાન શીખવા આવ્યા છીએ. ત્યારે તેમણે કહ્યું કે શીખવા માટે બાળક જેવા થાવ. તેના સંદર્ભમાં નાનાભાઈએ દાખલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com