________________
[૧૪] ભારતીય સંસ્કૃતિમાં અનાકમણના અવશેષો
ભારતીય સંસ્કૃતિનાં વિવિધ પાસાંઓના અવશેષે અંગે આપણે વિચારણા કરી રહ્યા છીએ. તેમાં વિશ્વકુટુંબિતા ઉપર વિચાર થયે છે; આજે અનાક્રમણના ક્યા કયા અવશેષો બાકી રહ્યા છે તે ઉપર વિચાર કરશું.
અનાક્રમણ એટલે આક્રમણ ન કરવું; પણ આક્રમણ થાય તે શું કરવું એટલે પ્રતિ-આક્રમણ શબ્દ સામે આવશે ! આક્રમણ તે નહીં કરીએ; પણ આક્રમણ થશે તે કાયર થઈને બેસીશું તે નહીં જ! તેને સામને કરશું એટલે કે અનાક્રમણ કેવળ “આક્રમણ ન કરવું” એ રૂપે નિષેધાત્મક નહીં રહે; પણ આક્રમણ વખતે સામને કરે, આક્રમણને ખાળવું, એમ વિધેયાત્મક (પ્રવૃજ્યાત્મક) પણ હશે.
તે, સામનો કરવો તે કઈ રીતે કરવો ? કોઈ જુલ્મ થાય; કોઈ આતતાયી હેરાન કરે કે દાદાગીરી કરે અન્યાય કરે ત્યારે સામને કરે એ ફરજ બને છે. એટલે અનાક્રમણને અર્થ ગમે તે રીતે ચલાવી લેવું; એ નથી થતો ! પણ પ્રતિ-આક્રમણ કોણ કરે ? જે દરેક હાથમાં કાયદે લઈને ચાલે તે અરાજકતા ફેલાઈ જાય! એટલે ખરાં-બેટાંના ન્યાય માટે રાજ્ય આવ્યું! કોઈ કહે કે મને જુલ્મ થયું છે, અન્યાય થયો છે તે તેની ખાત્રી કરવી જોઇએ! ખાત્રી નહીં થાય તે સાચું કોણ કે જૂઠું કેણુ છે, તેને ખ્યાલ નહીં આવે ! આ બધું વ્યવસ્થિત થવું જોઈએ ! અને તે કામ રાજ્ય ઉપર આવ્યું !
પણ, રાજ્ય એ કાર્ય ન કરે તે? પ્રજાની એજ ફરિયાદ છે કે માથાભારે લોકો ફાવી ગયા છે. એવી જ દેગાઈ કરનાર રાજ્યો પણ ફાવી ગયાં છે. સામાન્ય પ્રજાની છાપ એ છે કે લોકોને દેશી રાજ્યોમાં સહન કરવું પડયું છે, વેઠવું પડયું છે. પ્રજાની રંજાડ; સ્ત્રીઓનાં અપહરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com