________________
૧૬૮
વળી કપ-રકાબીઓ અને બરણીઓ વગેરે આવ્યાં છે. આમ વાદ જણાય છે.
આજની સંસ્થાઓ પણ મૂડીવાદી વર્ચસ્વ હેઠળ હાઈને શ્રીમતે થડા રૂપિયા સંસ્થાને આપીને સંસ્થાની બહેનને (બહેને વાળી સંસ્થામાંથી) પિતાનાં ઘરકામ માટે બેલાવી લઈ જાય છે. આમ જોતાં સંસ્થાઓને તેજસ્વી અને નિસર્ગ-નિર્ભર (કાધારિત) બનાવવી પડશે.”
શ્રી બળવંતભાઈ : બુનિયાદી તાલીમ મારફત ગુણ પૂજા આવે, અને તેથી ધનપૂજ, રૂપપૂજા, જન્મગત જાતિ પૂજા વગેરે દબાવાથી આખી હવા, ગાંધીજીની હૈયાતી જેમ બદલાઈ જાય. આજે સંસ્કૃતિની આડે જાળાં ઘણાં છે. શિક્ષક અને શાળા-મંડળના સભ્યોને રેટિયાની કે ગાંધી-વિચારની અથવા ભારતીય સંસ્કૃતિની કંઈજ પડી નથી.
શ્રી. પૂજાભાઈ: આ બધાને ઉકેલ હવે સ્પષ્ટ દેખાય છે કે જે અનુબંધ વિચારધારાના ભાલ નળકાંઠાના પ્રયોગને રોમેર ફેલાવીએ તે જરૂર આવી જ જાય.
(તા. ૧૬-૧૦-૧)
-
જ્જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com