SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ આમ ડેસી બેઠા રહે પણ આખા કુટુંબની ચિંતા કરે! શરીરથી બેઠા રહે, મનથી બહુ કામ કરે ! આવાં ચિત્રો જોઈએ છીએ ત્યારે લાગે છે કે ભારતની સંસ્કૃતિનો સૂર્ય અસ્ત નહીં થાય ! હું એક વરસ મૌન પાળીને એક ભાઈના કહેવાથી નળકાંઠામાં ગયા. ત્યાં ક્ષેત્ર તૈયાર કર્યું. કલ્પના તે પહેલેથી જ હતી પણ પ્રાગ અહીં જ મૂર્ત થયું. રામ વખતે એક સીતાનું અપહરણ થયું; અહીં તે સ્ત્રીઓનાં અપહરણ સામાન્ય થઈ ગયાં હતાં; સવેલી લઈ જતાં તેમાંથી ધર્મમય સમાજ રચનાને પ્રવેગ આવ્યો. ચિંચ પિલ્લી (મુંબઈ)માં ભંડાર જોયો ! તિજોરી જઈ એને સાચવવા માટે ગુરખો રાખવો પડે ! બીજી બાજુ કહીએઃ “ધર્મ વાડીએ ન નીપજે! ધર્મ હાટે ના વેચાય પણ ધર્મ કરીએ તે થાય !” જ્યારે અહીં તો ધર્મને સાચવવા માટે તિજોરી હતી. આ તો દાખલો છે. ઠેર ઠેર આવું જોવા મળે છે. કોઈ એક જગ્યાને પ્રશ્ન નથી; પણ વિચારવા જેવું છે. આમાંથી સમાજ રચનાને તાળો ગામડાંમાંથી મળ્યો. ત્યાં પછાત વર્ગો અને નારી જાતિમાં આ સંસ્કૃતિ ભરી પડી દેખાય છે. વિશ્વકુટુંબિતાની ચતુરંગિણીના આ તત્ત્વોને સાફ કરી ગામડેથી શહેરમાં અને શહેરમાંથી ક્રમે કરીને વિશ્વમાં ફેલાવવાના છે. ચર્ચા-વિચારણું : શ્રી. પૂંજાભાઈ: પૂ. મહારાજશ્રીએ કહ્યું તેમ ભારતીય સંસ્કૃતિના અવશેષે વેરવિખેર પડ્યા છે. સાચી દોરવણી નીચે સંગઠને થતાં તે સંકલિત થઈ દીપી ઊઠશે; તેમજ દેશ અને જગતને ઉદ્ધાર કરશે. ગામડામાં પણ જે દેષો આવ્યા છે તે વાદેવાદે આવ્યા છે. ગુજરાતમાં પીત્તળ–તાંબાનાં વાસ આવ્યા અને માટીનાં ગયાં. હવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034808
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy