________________
૧૬૭
આવું જ જીવન ગુરુનું, માતાનું અને અતિથિનું દેવું જોઈએ. અતિથિ માટે યજમાન પ્રાણ પાથરે ત્યારે તેણે વિચાર કરવો જોઈએ કે ખાવાનું છોકરા માટે રહે છે કે કેમ ? સાધુઓએ પણ આ વિવેક ન વિસાર જોઈએ.
ગુજરાતમાં કહેવત છે કે “ભાભાઇ ભારમાં, તે વહુજી લાજમાં !” એટલે કે બધાં પાત્ર વિવેક ન જાળવે તો રસ્તામાં મળે એટલે મેટું ફેરવી લે. બીજે રસ્તે થઈને ચાલવા માંડે ! એવું માને કે મળશે તે ઘેર લઈ જવા પડશે.
પાલીતાણ જૈનેનું તીર્થ ગણાય છે. ત્યાંની એ સ્થિતિ છે કે જેને બારણું બંધ કરીને ખાય છે. જે એમ ન કરે તો સાધુઓને રાફડો ફાટે! આ ઘણું શોચનીય કહેવાય ! ગામડામાં લોકો સાધુઓને બાપડ પૂજાઓ કહે છે કારણકે તેમણે એવું જીવન કરી મૂક્યું છે.
પરસ્પરને વહેવાર એ પણ સંસ્કૃતિ છે. તેના વગર નીતિ-નિયમ ન જાળવી શકાય ! દીકરી વિધવા થાય, એટલે મા-બાપ સમજી જાય કે એને વૈધવ્ય આવ્યું તો આપણે એ જાતના નિયમો પાળવા જોઈએ જેથી તેને વિકાર ન જાગે અને સંયમની પ્રેરણા મળે. એટલે પહેરવામાં, ઓઢવામાં, ખાવામાં, પીવામાં બધામાં સંયમ રાખે અને કંટાળે નહીં.
પણ, આજે એવું રહ્યું નથી. સદ્ભાગ્યે હજુ વિરલ પા જેવા મળે છે, જેથી થાય છે કે સંસ્કૃતિ જીવે છે.
એક ભંગી કુટુંબ જોયું; કિલ્લોલ કરે ! અમારા સાથીદારે પૂછ્યું: કેમ માંજી મઝામાં છે ને ?”
તે માજી કહે: “હા ! દીકરાઓ રળીને ખવડાવે છે!”
દીકરા કહેઃ “ખોટું બોલે છે ! એજ અમને ખવડાવે છે – એ ન હોય તે અમે હેરાન થઈને ભૂખે મરીએ!”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com