________________
ગૌતમસ્વામીને તેમનાં કેવળજ્ઞાનને ખ્યાલ ન હોવાથી તેઓ કહે છે – “તમારે અહીં નહીં, પણ ત્યાં બેસવાનું છે !”
ભગવાન કહે છે: “એ બેઠા છે તે બરાબર છે!”
એ સાંભળી ગૌતમસ્વામી તેમને નમી પડે છે. અહીં ગુરુ કરતાં શિષ્ય આગળ વધી જાય છે. એટલે વિનમ્ર બનવાને સંસ્કાર ભારતીય સંસ્કૃતિમાંથી સર્વપ્રથમ લેવાનું છે. શંકર રામને નમે છે; રામ બધાને નમે છે અને બધા રામને નમે છે.
રામકૃષ્ણ પરમહંસનો દાખલો છે. તેઓ એક બ્રાહ્મણને નમે છે. બ્રાહ્મણ અચરજમાં પડે છે કે “આ તે સન્યાસી છે મારે શું કરવું?”
રામકૃષ્ણ કહે છે : “મેં સન્યાસ વિધિસર લીધે નથી હું તે દાસાનું દાસ છું !”
જે દાસને દાસ છે તે જ સાચે સ્વામી છે. તે એમ કહેશે કે હું પૂજવા લાયક નથીઆપોઆપ પૂજાવવાને ભાવ થઈ જાય તેવું આચરણ સાધુઓ કરે ત્યારે એ પૂજા સાચી બને ! પછી એ આચાર ધર્મ બને અને ચારિત્ર્ય એવું થઈ જાય કે બોલવાની જરૂર ન રહે!
ગુરુ માટે કહેવામાં આવ્યું છે કે – गुरोस्तु मौनं व्याख्यानं शिष्यास्तु छिनसंशया :
–અહીં મૌન રહેવાને અર્થ હું એ કરૂં છું કે એવું વાતાવરણ સર્જવું કે સાંભળનારને ખ્યાલ આવી જાય કે ગુરુ શું કહેવા માગે છે?
રવીન્દ્રનાથ ટગર કહેતા કે “પિતાજી કદી અમને મારતા નહીં, પણ એમનું વર્તન જ એવું હતું કે એ આવે એટલે અમે બધા ચૂપ થઈ જઈએ, ડાહ્યા ડમરા થઈ જઈએ. અને અમારું તોફાન બંધ થઈ જતું !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com