________________
૧૬.
ચાર તો છે -માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્યદેવો ભવ અને અતિથિદેવો ભવ. એના રામયુગથી ગાંધીયુગ સુધીના પ્રસંગે આપણે જોઈ ગયા. આ ચારેય તરોને એકબીજાથી જુદા પાડી શકાતા નથી. પુત્રને માતાથી જુદે પાડીએ તો પરસ્પરનું વાત્સલ્ય ન મળે. માતાને પુત્રની પ્રેરણા મળે છે–પુત્રને માતાની પ્રેરણું મળે છે. માતા-પિતા બનેને ગુરૂ-આચાર્યની પ્રેરણા મળે છે. પણ વિશ્વના માનવના પ્રતિકરૂપે અતિથિને ભૂલી જઈએ તે અધુરાશ લાગે. મા-બાપની સેવા કરીએ, ગુરુની સેવા કરીએ, પણ વિશ્વના માનવની દરકાર ન કરીએ તો
અતિથિદે ભવ” સૂત્ર સાર્થક ન થાય. આ અતિથિની ભાવના કેટલી બધી વ્યાપક છે તેને ખ્યાલ કીડી, કુતરા, ગાય, પંખી એ બધાને પણ ભાગ ગણી તેમના માટે રોટલો-ચણ વિગેરે નાંખવા ઉપરથી આવી શકશે.
તે છતાં અતિથિ સત્કારમાં જ્યારે પાત્રતાને વિચાર કર્યો ત્યારે માણસને સર્વપ્રથમ લીધે; તેમાં પણ શ્રેષ્ઠ કોણું એને વિચાર કર્યો કે તે શ્રવણ અને બ્રાહ્મણ છે. જેના અતિથિ-સંવિભાગ વ્રતમાં સાધુને મુખ્ય અતિથિ માન્યા છે, મધ્યમ અતિથિ બ્રાહ્મણ, કે શ્રાવકને અને જધન્ય અતિથિ દરેક સામાન્ય માનવીને માન્યા છે. વ્યાપકપણે દરેક માણસને મદદરૂપ થવાને એમાં સંકેત છે.
આપણે ત્યાં કહેવત છે કે “હજાર મરજો પણ હજારને પાલણ હાર ન મરજો !” આમાં એક પવિત્ર વ્યક્તિની મહત્તા બતાવી છે અને તેને ભાવ લેવાનું છે. એટલા માટે રાજસ્થાનમાં રાજા, બ્રાહ્મણ અને સાધુ ત્રણને અન્નદાતા કહેવામાં આવે છે. કારણકે આ ત્રણેય જગતની ચિંતા કરે છે ! ગૃહસ્થ જરૂર એ ચિંતા કરે છે કારણકે કે અતિથિમાં વિશ્વ આવે છે અને વિશ્વ ન જમે છે તે કેવી રીતે જમે ? પણ, ગૃહસ્થની મર્યાદા હોય છે. એટલે સાધુઓએ એને વિચાર કરવો જોઈએ ! અતિથિને દેવ કહ્યા કારણ કે દેવ બીજાને આપે છે. આપણે બીજાને આપવું
૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com