________________
[ ૧૩] આજના યુગે ભારતીય સંસ્કૃતિના અવશેષો
ભારતીય સંસ્કૃતિના આઠ અંગો ઉપર વિશદ છણાવટ આ અગાઉ થઈ ચૂકી છે. ઘણને એમ થતું હશે કે કેવળ ભારતીય સંસ્કૃતિને જ શા માટે સંસ્કૃતિ કહીને બિરદાવે છે ! શું બીજી સંસ્કૃતિઓ એ સંસ્કૃતિ નથી? સાચી સંસ્કૃતિ કોને કહેવાય તે અંગે કવિવર રવીન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધીજી અને ૫. જવાહરલાલજી તેમજ અન્ય મહાનુભાવોએ તટસ્થ રહીને બતાવી આપ્યું છે. સંસ્કૃતિ તે એવી ધાર્મિક ભાવનાએ ભરેલી નીતિ છે જેનું આચરણ માણસને ઉચ્ચતમ અવસ્થા સુધી લઈ જઈ શકે છે. આ તત્વ ભારતની સંસ્કૃતિમાં વિશેષ મળે છે.
ગાંધીજી કહેતા હતા કે “હિંદુ થવામાં, હિન્દમાં જન્મવામાં હું મૌરવ અનુભવું છું.”
આજે ભારતની ઉચ્ચ સંસ્કૃતિનાં જે અંગે રહ્યાં-સહ્યાં છે. તેની તપાસ-વિચારણું કરીશું. આજના યુગે આ અંગે કયાં કયાં જોવા મળે છે એ માટે “અવશેષ” શબ્દ વાપર્યો છે. કારણ કે જગત ઉપર આજે યુદ્ધ અને પછી ભોગ-વિલાસની જે પ્રચંડ અસર થવા પામી છે તેની અસરથી ભારત પણ બાકાત રહ્યું નથી. એટલે જે રડ્યાં-ખડ્યાં છે–તે અવશેષો શોધવા પડશે. આપણે એ તને વિસારી દેશું તે આગળ નહીં વધી શકાય ! નાવડી લઈને દરિયામાં જઈએ પણ ધ્રુવ કાંટે ન હોય કે દીવાદાંડી સામે નજર ન હોય તે નાવડી જખમમાં પડે, કદાચ કિનારે પણ ન પહેચી શકાય! એટલે જ વિશ્વ વાત્સલ્યના પ્રચાર માટે સંસ્કૃતિનાં અવશેષો શોધીને, સ્થાપિત, કરવાં
એ પણ અગત્યનું કાર્ય છે. વિશ્વકટુંબિતાના અવિભાજ્ય અને
સહુથી પહેલું અંગ અવિભાજ્ય સંસ્કૃતિ છે-વિશ્વકુટુંબિતા. એના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com