________________
૧૬૨
જોઈએ. જે બધા આ રીતે સમજતા થાય તે જગતની ચિતા મટી જાય! એટલે આ ચારે સૂત્રો એક બીજા સાથે સંકળાયેલા છે. આ જૂના અવશેષોને યાદ કરીને નવી રચના કરવી જોઈએ. વીરાંગના પન્નાદાઈનો પ્રસંગ
રાજસ્થાનને એક પ્રસંગ છે. ત્રણ વર્ષ પહેલાં ઉદયસિંહ રાણાના પિતા અજીતસિંહ રાણાનું ખૂન થયું. ખૂન કરનાર તેમની દાસીને પુત્ર વનવીર હતો. તેનામાં ખુમારી એ આવી કે રાજકુટુંબને તારાજ કરીને સર્વોપરિ કેમ ન બનું? એટલે એણે બધી સાફસૂફી કરી નાખી. કેવળ રાજકુમાર રહ્યો. મા-બાપે તે રાજકુમારને પન્ના નામની દાઈને સે હતો. પન્નાએ વિચાર કર્યો કે આને જીવતે કઈ રીતે રાખો ? વનવીર તે એ તાકમાં જ હતો કે રાજકુમારને મારી નાંખવો. એટલે પન્નાએ રાજકુમારને વનમાં મોકલી આપે પિતાનાં બાળકને રાજકુમારનાં વસ્ત્રો પહેરાવી પારણામાં સુવાડી દીધે.
એક દિવસ અચાનક વનવીર આવી ચડ્યો. હાથમાં તલવાર હતી અને તેણે પન્નાના બાળકને રાજકુમાર સમજીને કાપી નાખ્યું. પત્તાનું અંતર રડી ઊઠયું પણ મન મજબુત કરીને તે બેસી રહી. બલિદાનની કસોટીની આ પરાકાષ્ટા હતી.
વનવીર ગયો અને પન્ના પણ જંગલમાં ગઈ. ત્યાંથી રાજકુમારને લઈને તે સાચું સંરક્ષણ મળે તે માટે વિચારવા લાગી. તેને કુંભલગઢ કિલ્લેદાર આશા શાહ યાદ આવ્યો. તે જૈન વાણિયો હતો. કદાચ તે આશ્રય આપે!
તે એની પાસે ગઈ. આશા શાહના મનમાં ગડમથલ જાગી. પ્રસંગ આવે ત્યારે જ પરીક્ષા થાય! ધર્મની કસોટી થાય. આશાશાહ વિચારે છે “શરણે આવનારનું રક્ષણ કરવું જોઈએ !” પણ, મનમાં હિચકીચાટ થાય છે કે “વનવીર જાણશે તે શું થશે ?”
આશાશાહ “ના” કહી શકતા નથી અને “હા” પણ બોલતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com