________________
૧૩૫
(એનામાં સંસ્થાની શુદ્ધિ પણ આવી જાય છે.) જે વ્યવસ્થા અહીં છે તે હિંદ બહાર ભાગ્યે જ જોવા મળે છે. ગુસ્સો આવે ત્યારે ન્યાય ન અપાય!
અહીં આપણે સાધન–શુદ્ધિના આગ્રહને ઈતર ધર્મોના પ્રસંગે અંગે વિચાર કરી રહ્યા છીએ. ઈશુ ખ્રિસ્તના જીવનને એક પ્રસંગ કહ્યો એ જ એક બીજો પ્રસંગ હજરતઅલીના સંબંધમાં છે.
હજરતઅલી તે હજરત મહંમદના જમાઈ થાય; ફાતિમાના પતિ થાય. તેઓ પણ ખલીફા તરીકે થઈ ગયા. તેમણે રાજસત્તા લીધી અને ધર્મ સાથે સાંકળી. એક વાર તેઓ ન્યાય આપવા બેઠા. પણ ગુનેગારનું વર્ણન સાંભળી તેમને ગુસ્સો આવી ગયો. એટલે તરત ન્યાયની ખુરશી ઉપરથી ઊઠી ગયા. બધાને આશ્ચર્ય થયું કે આમ કેમ?
તેમણે ખુલાસો કર્યો: “અત્યારે મારામાં ગુસ્સો આવી ગયો છે. ગુસ્સો એટલે શયતાનનું તત્વ મારામાં આવ્યું છે એટલે હું ન્યાય નહીં કરી શકું !”
આ ઉપરથી તેમણે ફરમાન કર્યું કે સત્ય, પ્રેમ અને ન્યાયની જાળવણમાં શૈતાનથી દૂર રહો ! બીજા શબ્દોમાં સાધન–શુદ્ધિ રાખવાનું કહ્યું છે. પ્રેમ ન ત્યાગ !.
આમ જોવા જઈએ તે શબ્દોમાં બહુ ફરક નથી પણ તેના આચરણમાં ઘણે ફરક પડી જાય છે. ભૂલને કબૂલવા છતાં અંદર રહેલે શૈતાન ફરી પાછો દલીલો કરવા લાગે છે અને ઊંધે માર્ગે લઈ જાય છે, એટલે ભારતની સરકૃતિમાં કહ્યું છે કે “તમે બધા સાથે લડજે, ભાઈ-ભાઈ સાથે, પુત્ર-પિતા સાથે, પતિ-પત્નિ સાથે, દેરાણી-જેઠાણી સાથે, કદાચ અરસપરસ બેલવાનું અને બેસવાનું પણ ન થાય પણ; એટલી કાળજી રાખવાની કે અંતરમાં પંખ ન લાગે–અને પ્રેમ જળવાઈ રહે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com