________________
રામચંદ્રજી અને કૈકેયીનાં બે વચન
આ તત્વ ભારતીય સંસ્કૃતિમાં કઈ રીતે જળવાતું આવે છે તે અંગે રામયુગથી પ્રસંગે જઈ જઈએ.
કૈકેયીએ બે વચન માગ્યા-રામને ૧૪ વરસ વનવાસ અને ભરતને રાજગાદી.” રામે જ્યારે આ વાત જાણી ત્યારે તેમણે સરળતાથી જ કહ્યું : “ હું પણ એમજ માનું છું કે નાનાભાઈને ગાદી મળવી જોઈએ. હું વનમાં જઈશ તે ઋષિમુનિઓને કાયમ સંગ મળશે. અહીં તે પરિચિત છે પણ ત્યાં અપરિચિતને પણ પ્રેમ મળશે.”
રામ વનમાં જવાનું નકકી કરે છે. તે પહેલાં કૌશલ્યા માતાની રજા લેવા આવે છે. કૌશલ્યા કહે છે: “કેમ બેટા ! ક્યાં તૈયારી કરી?”
રામે કહ્યું : “માતા-પિતાની આજ્ઞા છે વનમાં જવાની. એટલે આપના આશીર્વાદ લેવા આવ્યો છું.”
ત્યારે કૌશલ્યા કહે છે : “ જે માતાપિતાની આજ્ઞા છે તો વનને સે અયોધ્યા સમાન માનજે ”
जो पितु मातु कहेउ वन जाना तो कानन शत अवध समाना
અહીં જોવાનું એ છે કે રામ કેવું સંધાન કરે છે. જે તેમણે એમ કહ્યું હોત કે “શું કરું? કૈકેયીએ આમ કર્યું છે માટે વનમાં જવું પડે છે.” તે કૌશલ્યાના મનમાં પૂર્વગ્રહ ભરાત. જેનું દર્શન સાફ નહીં તે ઉપરથી ગમે તેટલું સારું દેખાડે, પણ સમય આવ્યે બહાર નીકળી આવશે ! જેમ સાપ કરંડીયામાં શાંત દેખાય છે પણ સહેજ ટકોરે થતાં ફૂફાડો મારતો ઊભો થઈ જાય છે. પણ રામનું મન સાફ છે–તે દરેક વાતને સીધી રીતે લે છે. એજ ભારતીય સંસ્કૃતિને આદર્શ છે. સીતા અને લક્ષ્મણ પણ સાથે જાય છે. પણ કર્યાયે એમ વાંચવા નથી મળતું કે કૈકેયી કે ભારતની ટીકા કરી હોય કે સહેજ પણ તિરસ્કાર કર્યો હોય ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com