________________
મહાભારતમાં એક વાક્યતા દેખાય છે. આ બધાનું કારણ છે—સાધનશુદ્ધિને આગ્રહ. સાધન આવ્યું એટલે સાધ્ય આવે તે એ સાધ્ય શું છે તેને વિચાર કરતાં–તેના તરફ જનાર સાધકને વિચાર આવે છે. આમ સાધક, સાધન અને સાધ્ય ત્રણ વસ્તુ આવે છે. આ ત્રણે સત્યની પરંપરા શુદ્ધભાવે હોય તેને આપણે સાધન-શુદ્ધિને આગ્રહ માની શકીશું. પહેલે પત્થર કેને?
આ દિશામાં વૈદિક ધર્મ ઉપરાંત, પાશ્ચાત્ય દેશોના ધર્મો-ખ્રિસ્તી, ઈસ્લામ વગેરેમાં પણ સાધન-શુદ્ધિના આગ્રહને પ્રયત્ન જોવામાં આવે છે.
ઈશુખ્રિસ્તના જીવનને એક પ્રસંગ આવે છે. એક વાર લોકો એક બાઈને ઈશુ ખ્રિસ્ત પાસે લઈ આવ્યા અને કહ્યું કે “આ બાઈએ આ જાતનો ગુનો કર્યો છે એટલે અમે તેને પત્થર મારી, મારી નાખવાને ન્યાય આપે છે.”
ઈશુએ કહ્યું : “ભલે ! તમે ન્યાય આપો પણ ન્યાય કરવાને અધિકાર કોને છે ? જેણે આવો કે કોઈપણ પ્રકારને ગુને ના કર્યો હોય !” તમે વિચારે ! બાઈએ જે ભૂલ કરી છે તેવી ભૂલ તમારામાંથી કોઈ એ મનવચન અને કાયાથી નથી કરી?” એટલું કહી તેઓ આંખ મીંચીને બેસી ગયા.
વાતાવરણ ગમગીન બની ગયું. બધા વિચારમાં પડયા. કોઈએ મનથી તો કોઈએ વચનથી તે કોઈએ કાયાથી એવી ભૂલ કરી હતી. એટલે સૌ ધીરે ધીરે ખસી ગયા. પેલી બાઈ એકલી રહી ગઈ પશ્ચાતાપથી તેનું હૃદય રડી રહ્યું હતું. દરેકના અંતરમાં એક શુભ તત્વ પડેલું છે તેને જે જગાડવામાં આવે તો પેલું દુષ્ટ તત્વ ભાગી જાય છે. સાધનશુદ્ધિને આગ્રહ એ છે કે તે સત્યને પ્રકાશ અંતરની અંદર પાડે છે.
'अपिचेत् सुदुराचारो भवते मामनन्यभाक् ।
साधुरेव स मन्तव्यः सम्यग्व्यवसितो हिसः ।' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com