________________
[૧૧] સત્ય માટે સાધન શુદ્ધિને આગ્રહ ભારતીય સંસ્કૃતિના આઠ અંગે પૈકી “સત્ય” ઉપર અત્યાર અગાઉ સત્યનું સ્થાન, તેમજ સત્યનાં પાસાંઓ ઉપર વિચારણું થઈ છે. જ્યારે સત્યનું આચરણ તેમજ આગ્રહ ઉપર ભાર મૂકવામાં આવે છે ત્યારે સહેજે સાધન-શુદ્ધિનો આગ્રહ પણ સંપૂર્ણ સત્યને પ્રગટાવવા માટે જરૂરી બને છે.
જોવા જઈએ તે ભિન્ન ભિન્ન ધર્મોના પદાર્થોને જે કોઈ સાંકળી રાખતું હોય તે આ સાધન–શુદ્ધિનો આગ્રહ જ છે. એટલે સત્યાર્થીના જીવનમાં તેનું મૂલ્યાંકન ઘણું મોટું છે. વિશ્વના પ્રાણી માત્ર એક છે. એક અર્થમાં બધાને એક જ સ્થળે જવાનું છે. બધા એક જ સ્થળેથી આવ્યા છે. “ો છું, હું થામ્” “હું એક છું અનેક થાઉં” આમ એકમાંથી અનેક અને અનેકમાંથી એક એ વિશ્વને ક્રમ છે. જીવ કમથી ક્યારે બંધાયે કે સૃષ્ટિની રચના ક્યારે થઈ એ અંગે ભલે કદાચ ભિન્નતા હશે પણ મુક્તિ મેળવી શકાય તે અંગે બધા સહમત છે. આને અર્થ એ થયો કે બધાનું ધ્યેય એક છે. મૂળ એક છે; વિગતે કે રસ્તા જુદા જુદા બતાવ્યા છે.
ત્યારે પ્રશ્ન એ થશે કે જુદા જુદા ભાવ ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે તે તે માટે લડાઈ કરવી જરૂરી છે? એક કુટુંબમાં રહેતા માણસેની રૂચિ ભિન્ન ભિન્ન હોય છે તે છતાં તેઓ મેળ પાડીને રહે છે તેમ સમાજની અંદર અનેક પ્રવૃત્તિઓનાં માન સાથે કામ લેવામાં આપણે પ્રેમ રાખીએ છતાં સ્થિર રહીએ તે સામે માણસ જરૂર અનુકૂળ થશે ! આને સાધન-(કરણ) શુદ્ધિ (સત્યને) આગ્રહ કહી શકાય !
ભારતમાં અનેક જાતિઓ આવી. શકે, પ્રણે, આર્યો, યવને, મુગલ વ. આવ્યા છતાં આજે એક-વાકયતા દેખાય છે. રામાયણShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com