________________
૧૩૧
ભાગવતમાં છે તેમ મનુસ્મૃતિમાં પણ છેક છે કે –(૧) વિવાહ કાળે, (૨) રતિકાળે, (૩) પ્રાણુ જવાના ભય સ્થળે, (૪) ધન લૂંટવા આવે તે કાળે, અને (૫) વિપ્રાર્થે. જે પાંચ વખતે અસત્ય હોય તે સજા યોગ્ય નથી; એટલું જ છે. એટલે કોઈ સ્થળે સત્યને ઢીલું કરવાની વાતનું વિધાન નથી. અલબત્ત પૂર્ણ સત્યની તાકાત ન હોય તોયે મૌલિક સત્યની વફાદારીના કારણે કોઈ પ્રસંગે સત્યક્ષતિ ક્ષમ્ય ગણું છે. પણ ગાંધીજીએ જાતે જે સત્યનું મૂલ્ય ઊભું કર્યું છે, અને જે શુભ સંયોગ છે તે જોતાં આજે મૂળ સત્યના આગ્રહને અક્ષરશઃ સત્ય પળાય તેવા આગ્રહ . અત્યંત જરૂરી છે.” અસત્યને પડકાર :
શ્રી. માટલિયા : “સમાજને રોષ વહેરીને પણ, અસત્યોને પડકારવાં જોઈએ. જેન અરણિક મુનિએ ભૂલ કરેલી તે પણ સમાજ આગળ કહીને આગળ વધી ગયા. સત્યમાં ક્ષતિ અથવા અન્ય સામેના પડકારમાં ક્ષતિ થાય છે તે પણ સમાજ આગળ નમ્ર ભાવે એકરાર કરીને આગળ વધવું રહ્યું.
શ્રી દેવજીભાઇ : “અનુભવી મહાપુરૂષની પ્રેરણા, સમાજના અનુભવ અને સંસ્કૃતિ પરંપરાથી આવેલા સગુણેનો સમન્વય થાય તો સત્યને આગ્રહ અને અસત્ય સામે પડકારની હિંમત આવી જતાં વાર લાતી નથી. બાકી બુદ્ધિશાળી વિદ્વાની માફક સત્યાર્થીઓ કદાચ વ્યવસ્થિત બોલી ન શકે છતાં મોટા મોટા સામે પણ તેમની સાદી વાણું અસરકારક બનતી જ હોય છે.
શ્રી. માટલિયા : “જેમ રેગનાં નિદાન અને એસડના ઉપયોગ માટે અનેક દર્દીઓના અને વૈદ્યોના અનુભવે જોડીને નક્કી કરવું પડે છે તેમજ સત્યના સ્વચ્છ દર્શન માટે મનને પરિધિ મોટો કરે પડે છે, તેજ વ્યાપક સત્યને પામી તેને પ્રતિષ્ઠિત કરી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com