________________
વાણીના સત્ય માટે એ પણ જરૂરી છે કે જે બોલાય તે સ્પષ્ટ બોલાય. દિથી ન બેલાવું. બે અર્થ નીકળે અને સામે માણસ અટવાય તેવું ન લેવું પણ સ્પષ્ટ અર્થ કહી દે. ગાંધીજી હમેશાં કહેતા કે કોઈ વાક્ય કે વચનને અર્થ એ નહીં કરતા જેથી બીજાના મનમાં ગોટાળો થાય; જે બેલ્યા છે તે સામાના માનસને ન્યાય આપજો !
ઘણીવાર મૌન રહેવાથી અસત્યને ટેક ન મળી જાય; સામા માણસના ભ્રમને ટેકો ન મળી જાય તે જોવું સામે માણસ જે અર્થ સાચી રીતે કરતો હોય તેને બને ત્યાં સુધી ટેકો આપ. સામા માણસની ગેરસમજૂતી માટે દોષીત પણ આપણે છીએ; એમ માનવું.
જ્યારે વાણું અને ભાવથી સત્ય બેલાય છે ત્યારે વચનસિદ્ધ થાય છે. આમ સત્યનાં આ બધાં પાસાંઓ છે અને તે ભારતીય સંસ્કૃતિના અનુસંધાનમાં છે.
કેટલીકવાર જૂનાં સૂત્રને નામે અસત્યને ટેકો આપી દેવાય છે. તિલકે ગીતાની ટીકામાં કંઈક લખ્યું હતું તેનાથી ગાંધીજીએ જુદું લખ્યું. કોઈકે તેમનું ધ્યાન ખેંચ્યું એટલે તેમણે કહ્યું : “વડીલ છે, પણ મને જે લાગે છે તે કહું છું. વડીલો આગળ નમ્રભાવે સવિનયભાવે સત્ય કહેતાં ન અચકાવું જોઈએ.” સત્યનું આ રહસ્ય છે જેને ઝીણવટથી વિચાર કરીને સર્વાગી આચાર બનવો જોઈએ.
ભાવ સત્ય અને વચન સત્યની સાથે કરણ (સાધન) અને સત્ય (શુદ્ધિ)નો આગ્રહ રાખવાથી જ સત્યની સાધના સર્વાગી થઈ શકે છે. જ્યાં સત્ય હોય ત્યાં પરમાર્થ, ત્યાગ, શાંતિ વગેરે હોય છે. જ્યાં અભિમાન, સ્વાર્થ, ભ, કેધ વગેરે છે ત્યાં અસત્યને ઉદ્દભવ થાય છે. તે તેને દૂર કરી સત્યની સમાજખ્યાપી પ્રતિષ્ઠા ઊભી કરવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com